તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Dahod District BJP President Sudhir Lalapuravalani Placement

દાહોદ જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે સુધીર લાલપુરવાલાની નિયુક્તિ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- આતશબાજી કરી નવા પ્રમુખની વરણીને આવકારતાં આગેવાનો

દાહોદ જીલ્લા ભાજપના જીલ્લા પ્રમુખની વરણી પાછલા કેટલાંય મહિ‌નાઓથી અટવાઇ હતી. કોણ જાણે કેમ જાહેરાત પક્ષ દ્વારા કરાતી જ ન હતી. ત્યારે ગઇ કાલ તા.૨૯ના રોજ જીલ્લા ભાજપ પ્રમુખ તરીકે સુધીરભાઇ લાલપુરવાલાના નામની જાહેરાત થતા પાલિકા સત્તાધીસો સહ કાર્યકરો ધ્વારા આતષબાજી કરી અને નવા પ્રમુખને વધાવવામાં આવ્યા હતા.

પ્રાપ્ત માહિ‌તી અનુસાર, ગુજરાતના છ જીલ્લાઓમાં પ્રદેશ ભાજપ ધ્વારા પ્રમુખની જાહેરાત અગમ્ય કારણોસર કરવામાં આવી ન હતી. આ છ પૈકી દાહોદ જીલ્લા પ્રમુખની વરણી પણ પાછલા કેટલાંય મહિ‌નાઓથી અધ્ધરતાલ લટકી હતી. ત્યારે ગઇ કાલ રાજ્યના આ છએ જીલ્લા ભાજપ પ્રમુખની જાહેરાત પ્રદેશ પ્રમુખ ફળદુ ધ્વારા કરવામાં આવી હતી. તેમાં દાહોદ જીલ્લા ભાજપ પ્રમુખ તરીકે સુધીરભાઇ લાલપુરવાલાના નામની જીલ્લા પ્રમુખ તરીકે જાહેરાત થતા ગઇ કાલે પાલિકા ચોકમાં રાત્રીના અરસામાં પાલિકા સત્તાધીસો સહ કાર્યકરોએ આતષબાજી કરી અનેજીલ્લા પ્રમુખ તરીકે સુધીરભાઇ લાલપુરવાલાને વધાવ્યા હતા. પાછલા કેટલાંય મહિ‌નાઓથી જીલ્લાના ભાજપ કાર્યકરો કાગડોળે જીલ્લા પ્રમુખ વરણીની રાહ જોતા હતા તેનો આ જાહેરાત પગલે અંત આવ્યો હતો.