• Gujarati News
  • Dahod Desaivadamam Dilapidated Building Was Taken Down

દાહોદના દેસાઇવાડમાં જર્જરિત મકાન પાલિકાએ ઉતારી લીધું

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- મકાન ઉપર વીજ કનેકશનો હોવાથી કામગીરી અટકી હતી
- જીઇબીને જાણ કરી વાયિંરગ હટાવી મકાન ઉતારાયું


દાહોદ શહેરના દેસાઇવાડના વચલા ફળીયામાં બે દિવસ અગાઉ એક ભયજનક મકાન પાલિકા ઉતારવા ગઇ હતી. પરંતુ મકાન ઉપર વીજ કનેકસનો હોવાથી કામગીરી અટકી હતી અને પાલિકા ધ્વારા જીઇબીને જાણ કરવામાં આવી હતી. આ કનેકસલ વિભાગ ધ્વારા ખસેડાતા આજે પાલિકા ધ્વારા આ મકાન ઉતારવાની કામગીરીનો આરંભ કરવામાં આવ્યો છે. મકાન એટલી હદે જર્જરીત હતુ કે મજુરોએ તેની દિવાલ હાથથી જ ઉતારી લીધી હોવાનુ જોવા મળ્યુ હતુ.

દાહોદ શહેરમાં દેસાઇવાડ સ્થીત એક મકાન વરસાદના કારણે કાચુ પડતા બીજા માળની દિવાલનો કેટલોક ભાગ પડી ગયો હતો. તો આજ વિસ્તારમાં કનૈયાલાલ મણીલાલ તલાટીનુ મકાન પણ જર્જરીત અવસ્થાએ પહોચ્યુ હતુ. આ મકાન ઉતારી અને તેનો ખર્ચ મકાન માલિક પાસેથી વસુલવાનો પ્રાંત અધિકારીએ એક માસ અગાઉ હુકમ કર્યો હતો. તેના પગલે પાલિકાની સર્વે વિભાગની ટીમ વચલા ફળીયામાં મકાન ઉતારવા ગઇ હતી. પરંતુ મકાન ઉપર વિજ કનેક્ષનો હોવાથી પાલિકા ધ્વારા જીઇબીને કનકસનો હટાવવા જણાવવામાં આવ્યુ હતુ. આ વીજ કનેકસનો હટાવાતા પાલિકા ધ્વારા આજે રવીવારના રોજ મકાન ઉતારવાની કામગીરીનો આરંભ કરવામાં આવ્યો હતો. મકાન એટલુ જર્જરીત હતુ કે મજુરોએ હાથથી જ તેની દિવાલો હટાવી લીધી હતી.

આ અગાઉ શહેરના મહાવીર શેરી જૈન જમનવાડી બહાર પણ એક મકાનનો ઝરૂખો જર્જરીત થતા તે ઉતારવા પાલિકાની ટીમ ગઇ હતી. પરંતુ પાડોશીએ મગજમારી કરતા કામગીરી અટકી હતી. તો ઉચવાણીયાવાલા રોડ ઉપર પણ સીંગાપુરવાલાનુ ભય જનક મકાન પણ કેટલાક સમય અગાઉ ઉતારી લેવામાં આવ્યુ હતુ.

રોડ પર પડેલો મકાનનો કાટમાળ હટાવાતો નથી

દાહોદ શહેરના ઉચવાણીયાવાલા રોડ ઉપર કેટલાંક સમય અગાઉ સીંગાપુરવાલાનુ ભય જનક મકાન પાલિકા ધ્વારા ઉતારી લેવામાં આવ્યુ હતુ. આ મકાન હટાવી તેનો કાટમાળ રસ્તા ઉપર જ છોડી દેવામાં આવ્યો છે. કેટલાંય દિવસો થયા છતા પાલિકા ધ્વારા આ કાટમાળ ન હટાવાતા વિસ્તારના લોકો પરેશાન બન્યા છે. આ કાટમાળ તાત્કાલિક ધોરણે પાલિકા ધ્વારા હટાવાય તેવી વિસ્તારના લોકોની માંગ છે.