તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તંત્રને તમાચો: દાહોદ તા.પં.ની કચેરીનું કોંગ્રેસ દ્વારા ઉદ્ઘાટન

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

-સાંસદ અને ધારાસભ્યના નેતૃત્વમાં પંચાયત પ્રમુખે રિબિન કાપી
-શિવરાત્રીએ જ ચેમ્બરમાં ખુરશીઓ ગોઠવી દીધી

-ઇમારત પર મૂકવાની તકતીમાં પ્રમુખ-ધારાસભ્યના નામ ન હોવાથી કોંગી નેતાઓમાં રોષ
-તક્તીમાં નામ ન લખવાનો વિવાદ ચરમસીમાએ પહોંચતા બારોબાર જ મુરત કરી દેવાયું

દાહોદ તાલુકા પંચાયતની નવી ઇમારતનું તારીખ ૨૮ તારીખે પ્રભારી મંત્રીના હસ્તે લોકાર્પણ થવાનું છે. ઇમારત પર જે તક્તી લગાવવાની છે તેમાં પ્રમુખ અને ધારાસભ્યના નામ ન હોવાથી પ્રમુખ ઉપપ્રમુખે કાર્યક્રમનો વિરોધ કરી કચેરીને તાળાબંધી કરવાનું એલાન કર્યુ હતું ત્યારે તેના બીજા દિવસે મહાશિવરાત્રીના મહા પર્વે કોંગી નેતાઓએ જાતે જ ઉદ્દઘાટન કરી તંત્રને તમાચો મારતાં ખળભળાટ મચી ગયો છે.દાહોદ જીલ્લામાં એક માત્ર દાહોદ તાલુકા પંચાયત જ કોંગી શાસિત છે.

આ તાલુકા પંચાયતની નવી બંધાયેલી ઇમારતનું લોકાર્પણ તારીખ ૨૮ ફેબ્રુઆરીના રોજ પ્રભારી મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે સ્થાનીક રાજ્ય મંત્રી જશવંતસિંહ ભાભોરની ઉપસ્થિતિમાં કરવામાં આવશે. આમ આ કચેરી પર ઉદ્દઘાટક સહિ‌તના પદાધિકારીઓના નામ લખેલી તક્તીઓ લગાવવાના રિવાજ પ્રમાણે અહીં પણ તક્તી લગાવવાની છે પરંતુ તેમાં સ્થાનીક ધારાસભ્ય અને તાલુકા પંચાયતના પ્રમુખ ઉપ પ્રમુખના નામ લખવાના ન હોવાની જાણ થતાં કોંગી નેતાઓમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો હતો.

આ અંગે વધુ વાંચવા તસવીર પર ક્લિક કરો....

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

વધુ વાંચો