મુખ્યમંત્રી ગયા બાદ કાર્યક્રમ સ્થળે કર્ફ્યુ જેવો માહોલ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લીમખેડામાં મેગા ઇવેન્ટ કાર્યક્રમ દરમિયાન કૃષિ મેળો તથા કૃષિ પ્રદર્શન બે દિવસ સુધી ચાલશે તેવું જિલ્લા કલેકટર ડી.એ. સત્યાએ યોજાયેલી પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું.
સોમવારે મુખ્ય મંત્રી કૃષિ પ્રદર્શન નિહાળી ખૂબ જ પ્રભાવિત થયા હતા. તેમજ વિવિધ કૃષિ ઉત્પાદક ચીજવસ્તુઓ જોઇ વિસ્તૃત જાણકારી પણ મેળવી હતી. પરંતુ સોમવારે મુખ્ય મંત્રી લીમખેડાથી પરત ગાંધીનગર રવાનગી બાદ ઢળતી બપોરે કૃષિ પ્રદર્શન માટે બનાવાયેલા એ,બી,સી, ડી,ઇ સહિ‌તના પાંચેય ડોમમાં કરફયું જેવો માહોલ સાથે સૂનકારો ભાસવા લાગ્યો હતો.
કરોડો રૂપિયાના ખર્ચે યોજાયેલા આ મેગા ઇવેન્ટ કાર્યક્રમમાં ખરેખર ખેડૂતો જ ઉપસ્થિત રહ્યા હતા કે માત્ર મુખ્ય મંત્રીને સાંભળવા માટેની જનમેદની એકઠી કરવામાં આવી હતી. તે તો હવે પ્રશ્નાર્થ સર્જા‍યો છે. પરંતુ કૃષિ મહોત્સવ કાર્યક્રમ કેટલો સફળ રહ્યો તે હાલમાં સર્જા‍યેલી પરિસ્થિતિ સત્યતા બતાવી રહી છે.