• Gujarati News
  • Cousin Life Imprisonment Ensure That The Victim Was Killed With Insurer

સગીરા સાથે દુષ્કર્મ કરી મોતને ઘાટ ઉતારનાર પિતરાઇને આજીવન કેદ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

-૮માર્ચ ૨૦૧૩ના રોજ સગીરાની તેના જ પિતરાઇ ભાઇએ દુષ્કર્મ કરી હત્યા કરી હતી
-કોર્ટમાં નજરે જોનારા સાહેદા તેમજ અન્ય પુરાવા પુરવાર થતાં આપેલો ચુકાદો

દાહોદ તાલુકાના ઉચવાણિયા ગામે ગત વર્ષે રાત્રે લગ્નનો વાનો જોવા ગયેલી ૧૩ વર્ષની કિશોરી સાથે તેના જ પિતરાઇ ભાઇએ દુષ્કર્મ કરી તેની હત્યા કરી નાખી હતી. જેમાં સગીરાને મોતને ઘાટ ઉતારનાર પિતરાઇ ભાઇને આજીવન કેદની સજાનો હુકમ સંભળાવતા સન્નાટો છવાયો હતો. દાહોદ તાલુકાના ઉચવાણીયા ગામે સમસુભાઇ કસના ભુરીયાની દીકરીના તા.૮ એપ્રિલ ૧૩ના રોજ યોજાયેલા લગ્નમાં બદીયાભાઇ ચમકાની ૧૪ વર્ષિ‌ય દીકરી પણ વાનો રમવા ગઇ હતી. ત્યા કુટુંબી ભાઇ મુકેશ ચમકા પણ આવ્યો હતો. વાનો પુરો થયા બાદ ઘરમાં નવવધુ તેની બહેનપણી ગેંદાબેન તથા બદીયાભાઇની દીકરી ત્રણે ઘરમાં બેઠા હતા.

ત્યારે રાત્રીના અરસામાં કુટુંબીભાઇ મુકેશે ઘરમાં જઇ બદીયાભાઇની દીકરીને કહ્યું હતું કે ચાલ આપણે ઘરે જઇએ તેથી બદીયાભાઇની દીકરીએ ના પાડી હતી. ત્યાર બાદ મુકેશે બદીયાભાઇની દીકરીને કહ્યું હતું કે તું મારી બેન છે. મારી સાથે ચાલ તેથી તે તેની સાથે જવા નીકળી હતી. રસ્તામાં રાતના અંધારામાં મુકેશે તેની સાથે દુષ્કર્મ કરી તેની હત્યા કરી હતી. આ કેસ દાહોદના જજ એચ પી બક્ષીની કોર્ટમાં ચાલી જતાં છેલ્લે નજરે જોનારા સાહેદોએ આપેલો પુરાવો,ડોક્ટરે આપેલા પુરાવા મુજબ આરોપી મુકેશે સગીરા સાથે દુષ્કર્મ કરી મોત નીપજાવાનું સફળ રીતે પુરવાર થતાં જજે મુકેશ ચમકાને દુષ્કર્મ અને હત્યાના ગુનામાં સખત આજીવન કેદની સજાનો હુકમ સંભળાવી હતી.

-ઘટના બાદ મૃત કિશોરીની માતાની કૂવામાં છલાંગ
ઘટના સમયે સગીરાનો મૃતદેહ નવા ખોદાતા કૂવા પાસે પડયો હોવાનું જાણવા મળતાં તેના પરિવાર સાથે ફળિયાના લોકો ઘટના સ્થળે ઉમટી પડયા હતાં. પોતાની લાડકવાયીનો મૃતદેહ જોઇને તેની માતા હૈયાફાટ રૂદન કરવા લાગી હતી. મૃતદેહ જોઇને આંચકો લાગ્યો હોવાથી તેની માતાએ પોતે પણ મરી જવા માટે પાણી વગરના નવા કૂવામાં છલાંગ મારી દીધી હતી.