દાહોદમાં કોંગ્રેસનું સ્નેહ મિલન

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોંગ્રેસ કાર્યલય ખાતે શનિવારના રોજ બપોરના ૧.૦૦ કલાકે યોજવામાં આવી

દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિની એક મીટીંગ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિરીટ પટેલના અધ્યક્ષ સ્થાને જિલ્લા કોંગ્રેસ કાર્યલય ખાતે શનિવારના રોજ બપોરના ૧.૦૦ કલાકે યોજવામાં આવી હતી. દાહોદ ખાતે યોજાયેલી કોંગ્રેસ સમિતિની યોજાયેલી મીટીંગમાં દાહોદના ધારાસભ્ય વજેસિંહ પણદા ઉપસ્થિત રહ્યા હતા.

આ મીટીંગમાં આગામી તા.૧૨ નવેમ્બર,૨૦૧૩ના રોજ કેન્દ્રના માર્ગ અને મકાન મંત્રી તુષારભાઇ ચોધરીની ઉપસ્થિતિમાં નૂતન વર્ષના સ્નેહ મિલન કાર્યક્રમના આયોજનની ચર્ચા કરવામાં આવી હતી. આ કાર્યક્રમ હરી વાટીકા ગરબાડા રોડ ખાતે રાખવાનું નક્કી કરવામાં આવ્યુંહતું. જિલ્લા પ્રમુખ અને દાહોદના ધારાસભ્યે ઉપસ્થિત સૌને આવકારીને નૂતનવર્ષની શુભેચ્છા પાઠવી હતી. તેમજ આ સ્નેહ મિલન કાર્યક્રમમાં તમામ તાલુકામાંથી વધુમાં વધુ સંખ્યામાં કોંગ્રેસ કાર્યકરો જોડાય તેવી અપીલ કરી હતી.