તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કુદરતની કમાલ: મહિલાએ એક ધડ સાથે જોડાયેલા બે મોઢા વાળા બાળકને જન્મ આપ્યો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
દાહોદ: દાહોદ શહેરમાં કોઇ મહિલાએ એક સાથે ત્રણ કે ચાર બાળકોને જન્મ આપવાની ઘટના ભૂતકાળમાં બની છે પરંતુ એક ધડ અને બે માથા વાળા બાળકના જન્મની ઘટના પહેલી વખત બનતાં કૌતુક ફેલાયું હતું. આખી દુનિયામાં 1.49 લાખ બાળકે એકાદ આવા બાળકનો જન્મ થતો હોય છે. ત્યારે અડધો કલાક કણસીને આ વિચિત્ર બાળકને જન્મ આપનારી માતા હેમખેમ હોવાથી પરિવારે હાશ અનુભવી હતી.
બાળકને સ્પાઇન પ્રોબલેમ હોવાનું જણાયું
ઝાલોદ તાલુકાના કાળીગામ ગુજ્જર ગામના રહેવાસી શૈલેષભાઇ ડામોરના લગ્ન શારદા ગામના સુનીતાબહેન સાથે વર્ષ 2011માં થયા હતાં. મજુરી કામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતાં શૈલેષભાઇના ઘરે બીજુ પારણું બંધાવાનું હતું. તેમના 25 વર્ષિય પત્ની સુનીતાબહેનને છેલ્લા દિવસો જઇ રહ્યા હતાં. સોમવારે સુનીતાબહેનની તબિયત બગડતાં બપોરના એક વાગ્યે તેમને દાહોદ શહેરના સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવી હતી. પેટમાં બાળકની હલન-ચલન નહીં હોવાને કારણે તબીબ દ્વારા સોનોગ્રાફી કરાવવામાં આવી હતી. ત્યારે બાળકને સ્પાઇન પ્રોબલેમ હોવાનું જણાયું હતું.
બાળકનું ધડ સામાન્ય બાળક જેમ જ હતું
પ્રસવની પીડા ઉપડતાં પરોઢના 6.30 વાગ્યાના અરસામાં સુનીતાબહેનને લેબર રૂમમાં લઇ જવાયા હતાં. અડધો કલાક કણસ્યા બાદ સુનીતાબહેને એક મતૃ પૂત્રને જન્મ આપ્યો હતો. સુનીતાબહેનની કુખેથી અવતરેલા આ બાળકનું ધડ સામાન્ય બાળક જેમ જ હતું પરંતુ ગળા સાથે જોડાયેલા તેના બે મોઢા હોવાને કારણે દવાખાનાના સ્ટાફમાં કૌતુક ફેલાયું હતું. સિવિલ હોસ્પિટલમાં એબનોર્મલ બાળકો જન્મવાની ઘણી ઘટનાઓ ભૂતકાળમાં બની છે પરંતુ બે મોઢા વાળુ બાળક પહેલી વખત જ જન્મ્યું હોવાથી ચર્ચાનો વિષય બન્યો હતો. બનાવની જાણ થતાં દવાખાને દોડી આવેલા શૈલેષભાઇના બે સબંધિઓએ બાળકની દાહોદના સ્મશાનમાં તાત્કાલિક અસરથી અંતિમ વિધિ કરી દીધી હતી.
સોમવારની બપોરે સારવાર માટે લાવ્યા હતાં

મારે આગળ સાડા ત્રણ વર્ષનો રોહિત નામક દિકરો છે. બીજી ડિલિવરી આવી છે. અમે સોમવારની બપોરે દવાખાને લાવ્યા હતાં. સોનોગ્રાફી કરાવી હતી. વધુ તકલીફ થતાં તેમને ડિલિવરી કરવા માટે લઇ જવાયા હતાં. સવારના 6.30 વાગ્યે આ બે માથા વાળા બાળકનો જન્મ થયો હતો. અમારા સબંધિ અંતિમ વિધિ કરવા માટે તેને લઇ ગયા છે. - શૈલેષભાઇ ડામોર, બાળકના પિતા
મોનોઝાઇકોટીક્સ ટ્વીન્સ કહેવાય છે

હલન ચલન નહીં હોવાથી સોનોગ્રાફી કરાવવામાં આવી હતી. તેમા સ્પાઇન પ્રોબલેમ હોવાનું જોવા મળ્યું હતું. અડધા કલાકની મહેનત બાદ બાળકની નોર્મલ ડિલિવરી થઇ હતી. બે મોઢા વાળા આ બાળકનું તેની માતાના ગર્ભમાં જ પહેલેથી મોત થઇ ગયું હતું. આવા કિસ્સામાં ફર્ટીલાઇઝેશન એક જ થાય છે પરંતું લેટ સેપ્રેશન થતાં બાળકની બોડી એક અને માથા બે થઇ જાય છે. આવી ઘટના .03થી .05ટકા જોવા મળતી હોય છે. મેડિકલની ભાષામાં આને ‘મોનોઝાઇકોટીક્સ ટ્વીન્સ’ કહેવાય છે. - ડો. રીટા નાયક, ગાયનેક, સિવિલ હોસ્પિટલ
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો