દાહોદ: દાહોદ નજીક ખરોડ ગામમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દાહોદ સાથે જુનો નાતો હોવાનું જણાવીને કોંગ્રેસ ઉપર ચાબખા માર્યા હતાં. રામ મંદિર વિવાદના મુદ્દે તેમણે સુન્ની વકફ બોર્ડનો આભાર માન્યો હતો.
ખરોડમાં બુધવારે યોજાયેલી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભામાં ઠંડીના માહોલ વચ્ચે પણ જંગી જનમેદની જોવા મળી હતી. વડાપ્રધાન મોદીએ મેદની જોઇને આવું વિરાટ દ્રષ્ય પ્રથમ વખત જોયું હોવાનું જણાવ્યું હતું. તેઓ લોકસભાના ઉમેદવાર હતાં તે વખતે પણ આટલી મોટી રેલી થઇ ન હોવાનું જણાવ્યું હતું.
મોદી અમીરો માટે કામ કરે છે તેમ કહે છે પણ બટાકુ શેના માટે છે તેની ખબર ન પડે તેને અમીર-ગરીબની શું ખબર પડે તેમ જણાવીને ગરીબી ઉપર નિબંધ લખવાનો ટુચકો સંભળાવીને 30 કરોડ લોકોના બેંકોમાં ખાતા ખોલાવ્યાં,90 પૈસામાં ગરીબો માટે વીમો ઉતરાવી તેમને1800 કરોડની સહાય કરી,5 કરોડ શૌચાલય બનાવ્યા 3 કરોડ પરિવારને ગેસ કેનેક્શન આપ્યાં, અને2019 સુધી દરેક ઘરમાં વીજળી ઝબુકે તેવી નેમ વ્યક્ત કરી હતી.પછાત સમાજ માટે બંધારણિયા સુધારાની વાતો અમે લાવ્યા પણ કોંગ્રેસે તેનો વિરોધ કર્યો કહીને આવા લોકોને માફ કરાય, સજા થવી જોઇએ કે ન થવી જોઇએ તેવો પ્રશ્ન ઉપસ્થિતને પુછ્યો હતો.
રામમંદીર મુદ્દે કપીલ સીબ્બલે કોર્ટમાં જઇને જે કર્યું છે ખોટુ છે તેવું કહેનાર સુન્ની વકફ બોર્ડનો આભાર માનવો છે તેમ જણાવ્યું હતું. દાહોદનો સ્માર્ટસિટીમાં સમાવેશ કરવાની વાત સાથે દાહોદ શહેર સાથે જુનો નાતો હોવાનું જણાવી અહીંના 200થી250 લોકોને નામથી બોલાવું છુ કહ્યું હતું.દાહોદની પાણીની મુખ્ય ફરિયાદ હતી તે માટે કરોડોની યોજના કરી કહીને શ્રી કૃષ્ણએ ગોવર્ધન પર્વત ટચલી આંગળીથી ઉંચક્યો હતો તેમ તમારી આંગળી 14મી તારીખે ગુજરાતનું ભવિષ્ય નક્કી કરવાની છે કહીને એક પણ પંજો આ વખતે ઘૂસવો ન જોઇએ તેમ જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.