5 માસ પૂર્વે 25 લાખના ખર્ચે નિર્માણ વરસાદ બંધ થવાની રાહ જોતુ પાલિકા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગોધરા: વરસાદને પગલે  ગોધરાના હાર્દ સમા મુખ્ય માર્ગ એવા બસસ્ટેન્ડથી રેલવેમથક સુધીના પાંચ માસ પૂર્વે 25 લાખના ખર્ચ નિમાર્ણ કરાયેલા  માર્ગ ઉપર ગાબડા સર્જાઇને પાણી ભરાતા અજાણ્યા  ચાલકોને મુશ્કેલી સર્જાઇ છે. આ  ગાબડા પૂરવા પાલીકા વરસાદ બંધ થવાની રાહ જોવે  છે.  
 
શહેર છેલ્લા ત્રણ ત્રણ વર્ષથી ભૂગર્ભ ગટર કામગીરીને લઇને ડામર તથા આરસીસી રોડને નુક્સાન પહોચાડતા ગોધરાવાસીઓ ભારે તકલીફનો સામનો કરી રહ્યા છે. અવારનવાર રજૂઆત કરવા છતાં કોઇ ઉકેલ નહી આવતા પ્રશ્ર યથાવત છે. ત્યારે ચોમાસામા આ નુક્સાનગ્રસ્ત બનેલા રસ્તાનુ શુ થાય તેવી ચિંતા વચ્ચે ઋતુ શરુ થયાના માત્ર દોઢ માસ પૂર્ણ થયો છે.પર઼તુ ક્યાંકને ક્યા઼ક તકલાદી કામગીરીને લઇને વરસાદમાં ધોવાણ થઇને રસ્તાનોની હાલત અત્યંત ઉબખડાબડ બની છે.
 
ખાસ કરીને ગોધરાના હાર્દ સમા બસસ્ટેન્ડથી રેલમથક સુધીનો માર્ગ મહત્વનો ગણાય છે. ત્યારે હાલમા ઠેરઠેર રસ્તા ઉપર ગાબડા સર્જાયા છે. અને ગાબડામાં પાણી ભરાતા પસાર થતા વાહનચાલકોને  આ ખાડા અંગે જાણકારી નહી હોવાથી વાહનોના પૈડા ખૂપી જવાની સાથે અહી બગીચો, શહેરાભાગોળ , ગીદવાણી માર્ગ આવેલા બજારમાં જીલ્લાબહાર તથા સ્થાનિક નાના મોટા વાહનોની અવરજવરને કારણે દિવસે દિવસે ગાબડા વધુ ઉંડા થતા જતા મુશ્કેલી પડી રહી છે.હવે જોવાનુ રહ્યુ કે કયારે પાલિકા દ્રારા મરામતની કામગીરી હાથ ધરાવશે,
 
જાળવણીની ત્રણ વર્ષ સુધીની ગેરંટી લેવાઇ છે

છ માસ પૂર્વે ડામર કર્યો હતો શહેરા ભાગોળની આસપાસ ગટરની કામગીરી ચાલતી હોવાથી અહી ડામર અધૂરુ છે. નિયમ પ્રમાણે જાળવણીની ત્રણ વર્ષ સુધીની ગેરંટી લેવાઇ છે. વરસાદ થંભતા અહી ગાબડા સહિતની કામ કરાશે >ભદ્રેશભાઇ પંડ્યા, ઇજનેર પ.વ.ડી નગર પાલિકા
અન્ય સમાચારો પણ છે...