સંતરોડના બ્રીજ પરથી પશુ ભરેલા ટેમ્પા સાથે બે ઝડપાયા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગોધરા: ગોધરા પોલીસે સંતરોડ સાલીયા હાઇવે પર બાઇક-ટેમ્પામાં પશુઓ ભરીને આવતાં પોલીસે તેઓનો પીછો કરીને સંતરોડના પાનમ નદીના પુલ પરથી પકડી પાડયા હતા. પોલીસે ગાય 3 અને 1 વાછરડી ને બચાવીને 3 ઇસમો વિરુદ્દ ગુનો દાખલ કરીને કાર્યવાહી કરી હતી.
 
ત્રણ ગાયો અને એક વાછરડીને બચાવી લેવામાં આવ્યા
 
ગોધરા નજીક સંતરોડ હાઇવે ઉપર થયેલ લુંટ સદર્ભે નાયબ પોલીસ અધિક્ષક,એલસીબી પોલીસ તથા મોરવા(હ) પોલીસ નાઓ ગુનાવાળી જગ્યાએ તપાસમાં હતા. તે દરમ્યાન દાહોદથી તરફથી મોટર સાયકલ તથા તેની પાછળ એક ડાલાવાળો ટેમ્પો શંકાસ્પદ રીતે સંતરોડ  તરફ આવતા તે પોલીસને જોઇને ભાગવાની કોશિષ કરી હતી. પોલીસે તેઓનો પીછો કરીને સંતરોડના પાનમ નદીના પુલ પાસે બનેં ગાડીઓને પકડી પાડી હતી.
 
ડાલાવાળો ટેમ્પોમાં તપાસ કરતાં તેમાં ત્રણ ગાયો અહને એક વાછરડી મળીને કુલ , પશુઓને ક્રુરતાપૂર્વક દોરડાથી બાંધીને ધાસચારો કે પાણીની સગવડ વગર કતલ કરવાના ઇરાદે કતલખાને લઇને જતાં હતા.પોલીસે ટેમ્પા ચાલકનુ઼ નામ પુછતાં તેને તેનું નામ મેહબુબ ઇકબાલ પઠાણ રહે.રહેમત નગર, ગોધરા અને પેટ્રોલીગ કરતો બાઇક ચાલક દર્શન  સોની, રહે.સોનીવાડ, ગોધરા હોવાનુ઼ જણાવ હતુ઼.
 
બનેં પુછપરછ કરતાં તેઓ 4 પશુઓને કતલ કરવા માટે સીંકદર મોહન રહે. રહેમતનગર, ગોધરાનાએ દાહોદ ભરાવા મોકલ્યા હતા. પોલીસે પશુઓ અને ડાલાવાળો ટેમ્પો સાથે કુલ રૂ 1,89,500 નો  મુદ્દામાલ કબજે કરીને પકડાયેલા બે ઇસમો તથા સીંકદર મોહન વિરુદ્દ મોરવા(હ) પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરી હતી.પશુઓને પરવડી ખાતે પાંજળાપોળમાં મોકલ્યા હતા.
 
અન્ય સમાચારો પણ છે...