તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દેવગઢ બારિયા: બહેનની ઓઢણી પણ ડૂબતાં બે ભાઇઓને બચાવી ન શકી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
દેવગઢ બારિયા: દેવગઢ બારિયા તાલુકાના તોયણી ગામે ગોરોના જવારા પધરાવવા ગામના કોતરે ગયેલા પિતારાઇ ભાઇઓનું ડૂબી જવાને કારણે મોત થતાં શોકની લાગણી ફેલાઇ ગઇ હતી. ઘટના બની તે સમયે હાજર તેમની નાની બહેને બંનેને બચાવવા માટે કોતરમાં ઓઢણી નાખી હતી પરંતુ તે સફળ રહી ન હતી. આ ઘટનાથી આખા ગામમાં શોકની લાગણી ફેલાઇ હતી.

તોયણી ગામે બે પિતરાઇ ભાઇઓનું ડૂબી જતાં મોત

પ્રાપ્ત માહિતી મુજબ તા.20 જુલાઇના રોજ સવારના સમયે દેવગઢ બારિયા તાલુકાના તોયણી ગામે ગોયરોના જવારા પધરાવવા માટે માટે ગામના કોતરમાં પિતરાઇ ભાઇ ભુપેન્દ્રકુમાર વિલાસભાઇ ઉ.વ.13 અને પુષ્પેન્દ્રકુમાર રમણભાઇ ઉ.વ.14 પોતાની નાની બહેન સાથે ગયા હતાં. બન્ને એકલા કોતરમાં નહાવા પડ્યા હતા પણ કોતરના પાણીનો અંદાજ ન રહેતા ભાઇઓ ઉંડા પાણીમાં ડુબી ગયા હતા. આ વખતે હાજર તેમની નાનીબહેને પોતાની ઓઢણી નાખીને બચાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે સફળ રહી ન હતી. સ્થળ પર તેમના ઘરની અન્ય બાળાઓ ગોયરો પધરાવવા આવતા ઘટના અંગે જાણીને બુમાબુમ કરી હતી. દોડી આવેલા આજુબાજુના માણસોએ કોતરમાં તપાસ કરતાં બંને ઉંડા પાણીમાંથી મળી આવ્યા હતા.

બન્ને ભાઇઓની એક સાથે અંતિમ વિધી યોજાઇ

બંનેને તાત્કાલિક સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટરે બન્ને ભાઇઓને મૃત જાહેર કર્યા હતા. એકજ પરિવારના અને સગાભાઇઓના એક એક છોકરાના મોત થતાં તોયણી ગામમાં શોકની લાગણી ફેલાઇ હતી. આમાં ભુપેન્દ્રકુમાર વિલાસભાઇ એકનો એક પુત્ર હતો અને ધો.8માં ઇરા સ્કૂલ દેવગઢ બારિયામાં અભ્યાસ કરતો હતો. જ્યારે પુષ્પેન્દ્રકુમાર રમણભાઇ ધોરણ 8માં રોઝબડ સ્કૂલ દે.બારિયામાં અભ્યાસ કરતો હતો. આ બન્ને ભાઇઓની એક સાથે અંતિમ વિધી યોજાઇ હતી. તેમની અંતિમ યાત્રામાં આખુ ગામ જોડાયુ હતું અને સ્મશાનમાં સમગ્ર ગામના લોકો આવીને ભારે હૃદયે અંતિમ સંસ્કાર કર્યા હતા. આ ઘટનાથી તેમના પરિવાર અને ગામમાં ભારે શોકની લાગણી ફેલાઇ છે.
આગળની સ્લાઇડમાં વાંચો, બંને ખેંચાયા ન હતાં....
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો