દાહોદ: CCTV કેમેરા વચ્ચે વિદ્યાર્થીઓ આપશે બોર્ડની પરીક્ષા, તંત્ર સંપૂર્ણ સજ્જ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દાહોદ: દાહોદ જિલ્લામાં 15મી તારીખથી ધોરણ 10 અને 12માંની પરીક્ષાનો પ્રારંભ થવાનો છે. પરીક્ષા માટે દાહોદ અને લીમખેડા બે ઝોન વહેંચી દેવામાં આવ્યો છે. એસ.એસ.સીની પરીક્ષામાં કુલ 96 બિલ્ડીંગના કુલ-1211 બ્લોકોમાં 36330 વિધાર્થીઓ પરીક્ષા આપશે. ગેરરીતિ અટકાવવા માટે 1118 જેટલા પરીક્ષા બ્લોકોમાં સી.સી.ટી.વી કેમેરા ગોઠવવામાં આવ્યા છે. તેવી જ રીતે એચ.એસ.સી.ની સામાન્ય પ્રવાહની પરીક્ષા દાહોદ ઝોનમાં 42 બિલ્ડીંગોમાં કુલ 503 બ્લોકમાં 15090 વિધાર્થીઓ પરીક્ષા આપશે. 469 બ્લોકોમાં સી.સી.ટી.વી કેમેરા ગોઠવવામાં આવ્યા છે.

કોમર્સમાં નામાના મૂળ તત્વો-વિ. પ્ર.માં ભૌતિક શાસ્ત્રની પરીક્ષા

જયારે એચ.એસ.સી.વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા દાહોદ ઝોનમાં 7 બિલ્ડીંગોના 95 બ્લોકમાં 2280 વિદ્યાર્થીઓ પરીક્ષા આપે તેવું આયોજન કરવામાં આવ્યું છે. બુધવારે ધોરણ 10ની સવારના 10થી 1.20 ભાષાની પરીક્ષા લેવાશે. તેમાં ગુજરાતી, હિન્દી, મરાઠી, અંગ્રેજી ભાષાનો સમાવેશ થાય છે. તે જ રીતે 12 સા.પ્રવાહમાં સવારે 10.30થી 1.45 સહકાર પંચાયત અને કોમર્સમાં બપોરે 3થી  સાંજે 6.15 નામાના મૂળ તત્વોનું પેપર લેવાશે.

પંચમહાલમાં 57680 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

છેલ્લા કેટલાક દિવસોથી પંચમહાલ જિલ્લામાં  ધો.10 અને 12ની યોજાનારી પરીક્ષાઓ સફળ બનાવવા માટે તંત્ર તૈયારી કરી રહ્યુ છે. હાલમાં 57680 વિધાર્થીઓ પરિક્ષા માટે સુસજ્જ બન્યા છે અને તમામ ખંડમાં સીસીટીવી કેમેરાથી સજ્જ બનાવવામાં આવ્યા છે.
 
35 બિલ્ડીંગ અને 477 બ્લોકની વ્યવસ્થા

આજે તા.15 માર્ચથી શરૂ થનારી ધો.10ની પરીક્ષાઓ જિલ્લામાં ગોધરા અને હાલોલના બે ઝોનમાં વહેંચવામાં આવતા 16,200 વિદ્યાર્થીઓ માટે 15 પરીક્ષા કેંદ્રો, 51 બિલ્ડીંગ અને 560 બ્લોકની વ્યવસ્થા કરવામાં આવી છે. હાલોલ ઝોનના 14,310 વિદ્યાર્થીઓ માટે 13 પરીક્ષા કેંદ્રો, 35 બિલ્ડીંગ અને 477 બ્લોકની વ્યવસ્થા કરવામાં આવી છે. પરીક્ષા તા.15થી તા.25 માર્ચ દરમિયાન સમય સવારનાં 10 કલાકથી 1.20 કલાક સુધીનો છે. એચએસસી. ધો.12 સામાન્ય પ્રવાહના 8800 પરીક્ષાર્થીઓ માટે 14 પરીક્ષા કેંદ્રો, 24 બિલ્ડીંગ અને 315 બ્લોક તેમજ વિજ્ઞાન પ્રવાહ (સેમેસ્ટર-4) ના 2170 વિદ્યાર્થીઓ માટે 02 પરીક્ષા કેંદ્રો, 09 બિલ્ડીંગ અને 111 બ્લોકની વ્યવસ્થા ઉભી  કરવામાં આવી છે.

બપોરના 3 કલાકથી સાંજના 6.15 સુધીનો સમય

એચ.સી.સી. માટે ફક્ત એક જ ગોધરા ઝોન રાખવામાં આવ્યું છે. જેનો સમય બપોરના 3 કલાકથી સાંજના 6.15 સુધીનો છે. જ્યારે વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાઓ તા.15થી તા.27 માર્ચ દરમિયાન યોજાશે. અને તેનો સમય બપોરના 3 કલાકથી સાંજના 6.30 સુધીનો છે. આમ કુલ 57680 વિધાર્થીઓ પરિક્ષામાં ઉપસ્થિત રહેનાર છે. વર્ગ એક અને બે ના અધિકારીઓને સ્થળ સંચાલક તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે.
અન્ય સમાચારો પણ છે...