પોલીસે ગણેશ વિસર્જનતો શાંતિથી કરાવ્યું પણ તસ્કરોને જલાસાઃ જૂના ઇન્દોર હાઇવે પર નવ દુકાનોમાં ચોરીનો પ્રયાસ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દાહોદઃ દાહોદમાં તમામ પોલીસ શાંતિપૂર્ણ વિસર્જન થાય તે માટે મંગળવારની સવારથી માંડીને બુધવારની પરોઢ સુધી બંદોબસ્તમાં હતી. ત્યારે આ બાબતનો લાભ લઇને તસ્કરોએ  જુના ઇન્દૌર હાઇવે રોડ એક સાથે નવ શોરૂમની શટરો ઉંચી કરી દેતાં ખળભળાટ મચી ગયો હતો.આ બનાવ અંગે મોડી સાંજ સુધી કોઇ પણ પ્રકારની પોલીસ ફરિયાદ નોંધાઇ ન હતી.
 
મંગળવારના રોજ તમામ પોલીસ શાંતિપૂર્ણ રીતે શ્રીજી વિસર્જન થઇ જાય તે માટે બંદોબસ્તમાં જોતરાયેલી હતી. ત્યારે બુધવારની વહેલી પરોઢના 5.30 વાગ્યાની આસપાસ બંદોબસ્ત વિડ્રો કરવામાં આવતાં પોલીસે શહેરમાંથી પોતાના પોઇન્ટ છોડ્યા હતાં.
 
તમામ પોલીસ બંદોબસ્તમાં વ્યસ્ત હોવાનો લાભ લઇને શહેરના છેવાડે આવેલા જુના ઇન્દૌર હાઇવે ઉપર તસ્કર ટોળકીએ એક-બે નહીં બલકે નવથી વધુ શો રૂમના શટરો ઉંચા કરી દીધા હતાં.સવારના સમયે આ ઘટનાની જાણ થતાં ભારે ખળભળાટ મચી ગયો હતો.  
 
કયા શો રૂમમાંથી કેટલાં રૂપિયાનો મુદ્દામાલ ચોરાયો તે જાણવા મળ્યું નથી. આ મામલે મોડી સાંજ સુધી કોઇ પણ પ્રકારની પોલીસ ફરિયાદ પણ નોંધાઇ ન હતી. ઉલ્લેખનિય છે કે,ભૂતકાળમાં પણ જુના ઇન્દૌર રોડ ઉપર તસ્કરોએ વિવિધ શૌ રૂમના શટર ઉંચા કરીને ચોરી કરવાના પ્રયાસ કર્યા હતાં ત્યારે ગણેશ વિસર્જન ટાંણે ચોરીની આ ઘટના આખા દાહોદ શહેરમાં ચર્ચાનો વિષય બનવા પામી હતી.
અન્ય સમાચારો પણ છે...