તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગરબાડામાં મોબાઇલની દુકાનમાં ચોરી કરનાર તસ્કરો ઝડપી પાડ્યા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગરબાડા: રબાડાનાં બસ સ્ટેન્ડ વિસ્તારમાં આવેલ આર્યન એન્ટર પ્રાઇઝ નામની મોબાઇલની દુકાનમાં 20મી ઓગષ્ટની રાત્રીના દુકાનની પાછલા ભાગમાં આવેલ બારીના સળીયા તોડી ચોરોએ દુકાનમાં પ્રવેશ કરી 24 નંગ મોબાઇલ ઇન્ટેક્સ LED ઇગો LED 10 નંગ મેમોરી કાડ મળી કુલ રૂ.119918 ના મુદ્દામાલની ચોરી કરી હતી. જે ઘટનામાં ગરબાડા પી.એસ.આઇ. આર.પી. કટારા તથા દાહોદ એલ.સી.બી.ને મળેલ બાતમીના આધારે ગરબાડાનાં ભે ગામનાં હાંડીયા ફળીયાના શૈસેષ નગરા ભાભોર શંકાસ્પદ હાલતમાં મળી આવતા તેની તપાસ કરી હતી
 
.તેની પાસેના થેલામાંથી ઇન્ટેક્શ કંપીનું LED, HCLના સ્પીકર ચોરીથી અથવા તો છલકપટથી મેળવેલ હોય જે બાબતની ઘનિષ્ઠ પુછપરછ કરતા  ગરબાડામાં થયેલ ચોરીનાં સેમસંગ મોબાઇલ નંગ 3 તથા લાવા મોબાઇલ નંગ-2, ઓપો મોબાઇલ નંગ-1 તથા LED સ્પીકર કિમત રૂ.57200 નો મુદ્દામાલ પોલીસે ગણતરીના દિવસોમાં કબજે કર્યો હતો. વધુ પુછપરછ કરતાં અન્ય બે ઇસમોના નામ પણ બહાર આવ્યા છે. હાલમાં પોલીસે શૈલેષ ભાભોરના રીમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. જ્યારે અન્ય બે ચોરોની શોધખોળ ચાલુ કરવાનું પી.એસ.આઇ.  આર.પી. કટારાએ જણાવ્યું હતું.
અન્ય સમાચારો પણ છે...