દાહોદ જિલ્લાનાં નાસતા ફરતા ત્રણ વોન્ટેડ આરોપીઓ ઝડપાયા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લીમખેડા: દાહોદ જીલ્લાના ખજૂરીયા, ગમલા તથા મુવાલીયા ગામમાં રહેતા ત્રણ વોન્ટેડ આરોપીઓને જીલ્લા પોલીસ તંત્રએ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
 દાહોદ જીલ્લાના ગરબાડા પોલીસ મથકમાં 2009નાં વર્ષમાં નોંધાયેલા ગુનાનો વોન્ટેડ આરોપી કૈલેશ ઉર્ફે કોલેશ બદીયા પલાસ રહે. ખજુરીયા તથા કાલોલ પોલીસ મથકમાં વર્ષ 2014ના ગુનામાં રમેશ સુરપાળ સંગાડીયા રહે.
 
ગમલા તેમજ લીમખેડા પોલીસ મથકમાં 2016માં નોંધાયેલા ઘરફોડ ચોરીના ગુનામાં મુવાલીયાનો દીનેશ સમસુ પાન્ડા પોલીસની પકડથી નાસતા ફરતા હોઇ ત્રણેયને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા. જીલ્લા પોલીસ અધિક્ષક મનોજ નિનામાની સૂચના અને માર્ગદર્શન મુજબ દાહોદ જીલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોસઇ આર.એમ.પરમાર તથા પેરોલ ફર્લો સ્કવોડના પોસઇ પી.એચ.વસાવા તેમજ સ્ટાફના જવાનોએ જુદી જુદી ટીમ બનાવી ત્રણેય આરોપીઓને ઝડપી પાડ્યા હતા.
અન્ય સમાચારો પણ છે...