તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બીજા દિવસે પણ વરસાદ વરસતાં માર્ગો પર પાણી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દાહોદ:  વિતેલા 24 કલાક દરમિયાન સંખેડા તાલુકા સહિત છોટાઉદેપુર જિલ્લામાં મેઘ મહેર ચાલુ રહી હતી.જિલ્લામાં 24 કલાક દરમિયાન સાડા છ ઇંચ વરસાદ નોંધાયો હતો.સંખેડા ગામમાં ભાગોળ વિસ્તારમાં પારેખ હાઇસ્કુલ પાસે તેમજ કોલેજ અને જલારામ મંદિર વચ્ચે પાણી ભરાયું હતું. જ્યારે નસવાડી તાલુકામાં પણ બુધવારે સતત વરસાદ થયો હતો જે ગુરુવારે દિવસ દરમ્યાન પણ ચાલુ રહ્યો હતો. તો પાદરા, શિનોરમાં પણ મેઘાએ વરસવાનું ચાલુ રાખ્યું હતું. વરસાદથી ખેડૂતોમાં ખુશી વ્યાપી હતી. 
અન્ય સમાચારો પણ છે...