તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બારિયા સામૂહિક દુષ્કર્મના 6 આરોપીને 7 દિવસના રિમાન્ડ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
દાહોદ: દેવગઢ બારિયા તાલુકામાં  સગીર વયની બેસગી બહેનોના અપહરણ સાથે તેમના પિતાની નજર સામે જ બૂટલેગર સહિતના છ લોકો દ્વારાએ સામૂહિક દુષ્કર્મ કરવામાં આવ્યું હતું. આ ઘટનામાં શામેલ આરોપીઓને પકડવા માટે પોલીસે રાત દિવસ એક કરી મુક્યા હતાં. ત્યારે  આ  ઘટનાને અંજામ આપનારા અને નાસતા-ફરતાં રામસિંગ  રાઠવા, બળવંત કાનજી કોળી, હસમુખ કાળુ કોળી, અર્જુન રમેશ બારિયા, દીનેશ ફતેસિંગ બારિયા અને શના કાળુ રાઠવાની મોડી રાત્રે ધરપકડ કરી હતી.

13 આરોપીઓ પાંજરે પુરાતાં પોલીસ તંત્રને હાશ

આ છ આરોપીઓને  સોમવારે દેવગઢ બારિયાના પીએસઆઇ બી.જી રાવલે દાહોદની કોર્ટમાં હાજરકરીને આરોપીઓ ક્યાં-ક્યા રોકાયા હતાં તે સ્થળ જાણવાનું બાકી છે, આરોપીઓનું મેડિકલ કરાવવાનું બાકી છે તે સહિતના વિવિધ મુદ્દા રજૂ કરીને 14 દિવસના રિમાન્ડની માગણી કરી હતી. ત્યારે કોર્ટે સાત દિવસના રિમાન્ડ ઉપર રાખવાની પરવાનગી આપી હતી.

ઉલ્લેખનિય છે કે, પોલીસે આ ઘટનાના બીજા જ દિવસે ફાંગિયા ગામના કુમત બારિયા, ગણપત  બારિયા, નરવત બારિયા, સુરેશ રાઠવા અને ગોપસિંગ બારિયાને ઝડપીને તેમના સાત દિવસના રિમાન્ડ મેળવ્યા હતાં ત્યાર બાદ સુભાષ બારિયા તથા અભેસિંગ બારિયા ઝડપાતાં તેમના પણ છ દિવસના રિમાન્ડ મેળવાયા હતાં. દુષ્કર્મ કેસમાં શામેલ તમામ આરોપીઓની ધરપકડ થઇ જતાં પોલીસે હાશ અનુભવી છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો