તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ: RTOની જાહેરાતની અવગણના, સ્કૂલવર્ધીના વાહનોની નોંધણી જ નથી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
દાહોદ: દાહોદ શહેરમાં વિવિધ શાળામાં વિદ્યાર્થીઓને લઇ જતાં વિવિધ પ્રકારના અનેક વાહન ચાલે છે. આ વાહનના ચાલકોએ આરટીઓનું પ્રમાણપત્ર લેવું જરૂરી હોય છે. આ પ્રમાણપત્ર મેળવી લેવા માટે આરટીઓ દ્વારા એક માસ પહેલાં જાહેરાત કરવામાં આવી હતી. જોકે, આરટીઓની જાહેરાતને અવગણીને હાલ સુધી એક પણ વાહન ચાલકે પ્રમાણપત્ર નહીં મેળવતાં અચરજ ફેલાયું છે.
દાહોદ શહેરમાં શાળાઓમાં વિદ્યાર્થીઓને મુકવા અને લેવા જવા માટે ઓટો રિક્શા, મારૂતિવાન, પેસેન્જર વાન સહિતના વાહનો ચાલે છે. આ વાહનના ચાલકોને આરટીઓનું પ્રમાણપત્ર મેળવવું ફરજિયાત હોય છે. વેકેશન પૂર્ણ થતાં ગત 6 જુન રોજ શાળાઓ ખુલતાં સાથે જ વિદ્યાર્થીઓને શાળામાં લઇ જતાં વાહનોનો ધમધમાટ શરૂ થઇ ગયો હતો. ગત 23 જુનના રોજ આરટીઓ કચેરી દ્વારા સ્કૂલના વાહનના ચાલકોએ પ્રમાણપત્ર મેળવી જવાની જાહેરાત કરી હતી. જોકે, આ પ્રત્યે કોઇ જ લક્ષ્ય નહીં સેવી એક માસનો સમય થવા આવ્યો હોવા છતાં એક પણ ચાલકે આજ સુધી આરટીઓ કચેરીમાંથી પ્રમાણપત્ર નહીં મેળવતાં અચરજ ફેલાયું છે.
શું થશે પ્રમાણપત્ર મેળવવા જશો ત્યારે

સ્કૂલમાં વાહન ચલાવવા માટે પ્રમાણ પત્ર લેવા જતાં આરટીઓમાં વાહનનો વીમો છે કે નહીં અને તેનું પાર્સિંગ કરાવેલું છે કે નહીં તે દસ્તાવેજો ચેક કરાશે. વિવિધ સગવડ તપાસનીને વાહન સ્કૂલમાં ચલાવવા પાત્ર છે કે નહીં તે પ્રકારનું ચેકિંગ કરીને પ્રમાણ પત્ર આપવામાં આવશે.

ડીપીઓએ શાળાના આચાર્યોને પત્ર લખ્યો

દાહોદ જિલ્લાની શાળામાં બાળકોની અવર-જવર શાળા તરફથી અને વાલીઓ તરફથી ખાનગી વાહનો રોકવામાં આવે છે. આ વાહનો માટે 22 પ્રકારની સુચનાનું પાલન કરાવવાની સુચનાઓને જિલ્લાની તમામ શાળાના આચાર્યોને 18મી તારીખે પત્ર લખીને જાણ કરવામાં આવી છે.

વાહનોને દંડનાત્મક કાર્યવાહી કરાશે

સ્કૂલમાં વાહનનો ઉપયોગ કરતાં ચાલકોએ પ્રમાણપત્ર મેળવવું અનિવાર્ય છે. જો આ પ્રમાણપત્ર મેળવવામાં નિષ્કાળજી રાખવામાં આવશે અને ચેકિંગ દરમિયાન વાહન પકડાશે તો તે ડિટેઇન કરીને દંડનાત્મક કાર્યવાહી કરવામાં આવશે. - વાય.ડી ભટ્ટ, આરટીઓ,દાહોદ
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો