તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ: ઝાલોદ બેઠક પર કોગ્રેસમાં બળવો, MLAનો વિરોધ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
દાહોદ: ઝાલોદ વિધાનસભા બેઠકમાં કોગ્રેસના દાવેદારોનો રાફડો ફાટ્યો છે. ઝાલોદ બેઠક પર કોગ્રેસના 13 દાવેદારોએ રનીંગ ધારાસભ્યનો સામુહિક વિરોધ નોંધાવીને તાલુકા અને જીલ્લા કોગ્રેસ સમિતીના પ્રમુખને લેખીત રજુઆત કરતાં ખળભળાટ મચ્યો છે. મિશન 2017ના કાઉન્ટડાઉનનો આરંભ થતા જ દાહોદ જીલ્લામાં ધારાસભ્યના દાવેદારોનો રાફડો ફાટ્યો છે. દાહોદ જીલ્લાની ઝાલોદ વિધાનસભા બેઠક પર 13 ઉમદેવારોએ પ્રદેશ કચેરીએ દાવોદારી નોંધાવી છે.
ઝાલોદમાં કોગ્રેસના ધારાસભ્યના તમામ દાવેદારોએ રનીંગ ધારાસભ્ય ડો. મિતેષ ગરાસિયાનો સામુહિક રીતે વિરોધ કર્યો છે. તમામ ઉમેદવારોએ પોતાની દાવેદારી નોંધાવાની સાથે કોગ્રેસના ધારાસભ્યએ મતવિસ્તારમાં વિકાસ કાર્યો કર્યા નથી. કાર્યકરો સાથે સંકલનમાં રહેતા નહી હોવાનો આક્ષેપ કર્યો હતો.
કોગ્રેસ પાર્ટીમાંથી ઝાલોદ બેઠક પર દાવેદારી કરનારા તમામ લોકોએ સામુહિક રીતે ઝાલોદ તાલુકા કોગ્રેસ સમિતીના પ્રમુખ અમરસીંગભાઈને લેખીત રજુઆત કરીને ધારાસભ્ય ડો. મિતેષ ગરાસિયાને પુન ટીકીટ ન ફાળવવાની લેખીત રજુઆત કરી છે. તાલુકા કોગ્રેસ સમિતિના પ્રમુખને રજુઆત કર્યા બાદ દાહોદ આવી જીલ્લા કોગ્રેસ સમિતિના પ્રમુખ કીરીટ પટેલ સમક્ષ પણ વિરોધ નોંધાવ્યો હતો. અગામી વિધાનસભાની ચૂંટણીમાં ધારાસભ્ય ડો,મિતેષ ગરાસિયાને પાર્ટીના ટીકીટ ફાળવવાથી પરાજય થઈ શકે છે તેમજ તમામ દાવેદારો સામુહિક રાજીનામા ધરવાની પણ ચિમકી ઉચ્ચારી છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો