તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નોટબંધીનો વિરોધ: દાહોદમાં કોંગ્રેસની વિશાળ રેલી, ગોધરામાં ધરણાં

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દાહોદ/હાલોલ/શહેરા/ઘોઘંબા/:દાહોદ શહેરમાં વહિવટી તંત્રએ કોંગ્રેસને રેલી કાઢવાની પરવાનગી આપી ન હતી. જોકે, તે છતાય કોંગ્રેસના ધારાસભ્ય સહિતના કાર્યકરોએ સોમવારે સૂત્રોચ્ચાર સાથે રેલી કાઢી હતી. ગુજરાત બંધનું એલાન પાછુ ખેંચ્યા બાદ સોમવારે જનઆક્રોશ દિવસની મનાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. દાહોદ શહેરમાં બપોરના બે વાગ્યે તાલુકા પચાયતથી નગર પાલિકા સુધી રેલી કાઢવાની જાહેરાત કરવામાં આવી હતી. જોકે, આ રેલી માટે તંત્ર દ્વારા પરવાનગી આપવામાં આવી ન હોવા છતાં રેલી કાઢવાનું નક્કી થયું હતું.
પોલીસની એક ગાડી રેલીની પાછળ ચાલતી જોવાઇ
ધારાસભ્ય વજેસિંહ પણદા, મીતેષ ગરાસિયા, જિલ્લા પ્રમુખ કીરીટ પટેલ, માજી સાંસદ પ્રભાબહેન તાવિયાડ, તાલુકા પંચાયત પ્રમુખ નિકુંજ મેડા સહિતના આગેવાનો તેમજ કાર્યકરોએ વિવિધ બેનરો સાથે રેલી કાઢી હતી. આ વખતે પોલીસની એક ગાડી રેલીની પાછળ ચાલતી જોવાઇ હતી. નગર પાલિકા પહોંચીને મહિલાઓ દ્વારા તો વિવિધ સૂત્રોચ્ચાર કરીને છાજિયા લેવાયાં હતાં. દાહોદ શહેરમાં કોંગ્રેસને રેલીની પરવાનગી નહીં આપીને પોલીસ વિભાગે સરકારમાં સારૂ બતાવ્યું હતું. તેની સામે પરવાનગી વગર રેલી કાઢવાની બાબતને અવગણીને કોઇ જ કાર્યવાહી નહીં કરી કોંગ્રેસનું પણ સાચવી લીધુ હતું.
અમારી સાથે માસીના દીકરા જેવો વ્યવહાર
અમને રેલી કાઢવાની પરવાનગી આપવામાં આવી ન હતી. તે છતાય અમે રેલી કાઢી છે. તંત્ર અમારી સાથે માસીના દિકરા જેવો વ્યવહાર કરે છે.- પ્રભાબહેન તાવિયાડ,માજી સાંસદ,કોંગ્રેસ
પોલીસનું મૌન
પરવાનગી વગર રેલી કાઢવા છતાં કોંગ્રેસના કાર્યકરો સામે કાર્યવાહી નહીં કરાઇ હોવાની બાબતે પોલીસ વિભાગના જવાબદાર અધિકારીઓએ કોઇ પ્રતિક્રિયા આપી ન હતી. આ બાબતે કંઇ પણ બોલવાનું ટાળ્યું હતું.
આપના કાર્યકરોનું કલેક્ટર કચેરીએ પ્રદર્શન
500 અને 1000 રૂપિયાની નોટો બંધ કરવાના વિરોધમાં દાહોદ શહેરની કલેક્ટર કચેરીના પરિસરમાં સોમવારે આમ આદમી પાર્ટીના કાર્યકરોએ સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. દિલ્હી થી આવેલા દાહોદ લોકસભા ઓબ્ઝર્વર રાહુલ સારાસ્વત,દાહોદ જિલ્લા પ્રમુખ જયેશ સંગાડા, દાહોદ વિધાનસભા પ્રમુખ ભાનુંપ્રસાદ પરમાર.ગરબાડા વિધાનસભા પ્રમુખ ગોરચંદ બારીયા,લોકસભા મીડિયા પ્રભારી હાર્દિક સોલંકી અને લોકસભા સોશ્યિલ મીડિયા પ્રભારી અંકુર રોકડીયાઆ વિરોધ પ્રદર્શન ટાંણે ઉપસ્થિત રહ્યા હતા.
ઘોઘંબામાં કોંગ્રેસે લોકોને પડતી હાડમારીની ઉગ્ર રજૂઆત કરી

નોટબંધીથી આદિવાસી તાલુકામાં સામાન્ય નાગરિકોને પડતી હાડમારીને ધ્યાનમાં રાખીને ઘોઘંબા તાલુકા કોંગ્રેસ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સંબોધીને આવેદનપત્ર ઘોઘંબા મામલતદારને આપવામાં આવ્યુ હતુ. ઘોઘંબામાં આવેદનપત્ર રેલીના સ્વરુપે કોંગી આગેવાનો અને કાર્યકરો સૂત્રોચ્ચાર સાથે આવીને આપવામાં આવ્યુ હતુ. જેમાં જણાવ્યા અનુસાર પૂર્ણ આયોજન વગર ભારતીય ચલણમાંથી રૂ.500 અને 1000ની નોટોને બંધ કરવામાં આવતા સામાન્ય નગરજનો, ખેડૂતો, મહિલા દૂધ ઉત્પાદકો, ગામડાના નાના વેપારી વગેરેને પારાવાર હાડમારીનો સામનો કરવો પડે છે.
70 ટકા ભારત ગામડામાં વસે છે
વધુમાં સ્પષ્ટ કારણોમાં જણાવ્યુ હતુ કે ખેડૂતો દ્વારા તૈયાર પાકનું વેચાણ કરે ત્યારે રોકડ રૂપિયા ખરીદ કરનાર આપે જેને લઇને ખેડૂત બિયારણ ખાતર સાથે જીવન જરુરી ચિજવસ્તુ ખરીદી શકે. આ ઉપરાંત મહિલા દૂધ ઉત્પાદકોને સ્થાનિક દૂધ મંડળી દ્વારા રોકડા રૂપિયા આપે. જેથી તેવો પોતાના પરિવારનું ગુજરાન ચલાવી શકે. 70 ટકા ભારત ગામડામાં વસે છે. આવા ગામડાઓના નાના વેપારીઓની બચતના રૂપિયા ભરવાની ક્ષમતા રૂ.2.50 લાખથી વધારી 10 લાખ કરવામાં આવે તથા નોટોની બંધ કરવામાં આવી ત્યારે તા.31 ડીસેમ્બર સુધી ભરવાની આખરી તારીખ આપવામાં આવી હતી. તેને એકાએક તા.24 નવેમ્બરે બંધ કરવામાં આવી. આ તમામ માંગણીઓ પર વિચારણા કરી ગામડાના નાગરિકોને સવલત રહે તે માટે રાહત આપવા વિનંતી કરતુ આવેદનપત્ર આપવામાં આવ્યુ છે.
આગળની સ્લાઇડમાં વાંચો,હાલોલ શહેર કોંગ્રેસ દ્વારા મામલતદારને આવેદન...
અન્ય સમાચારો પણ છે...