તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

17મીએ PM મોદી લીમખેડામાં, સુરક્ષા માટે અંગ્રેજી બોલનારને પ્રાધાન્ય

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
દાહોદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 17મી તારીખે લીમખેડા આવી રહ્યા છે તે પહેલાં નગર ગુપ્તચર અને સલામતી એજન્સીઓના તાબામાં આવી ગયું છે અને પ્રત્યક્ષ અને પરોક્ષ રીતનું સઘન ચેકિંગ શરૂ થઇ ગયું છે. પોલીસ જવાનો વિવિધ પ્રકારની આંતરિક તપાસમાં જોતરાઇ ગયા છે. નરેન્દ્ર મોદી રાજ્યના મુખ્યમંત્રી હતાં ત્યારે દાહોદ જિલ્લામાં 14 વખત આવી ચૂક્યાં છે. જોકે, વડાપ્રધાન બન્યા બાદ તેઓ પ્રથમ વખત આવી રહ્યા છે.
વડાપ્રધાન માટે બુલેટપ્રુફ કારની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે
હવે તેઓ વડાપ્રધાન હોવાથી લીમખેડા હાઇપર સિક્યોરિટી ઝોનમાં ફેરવાઇ ગયું છે.મોદીના આગમનના પૂર્વે ડોમની આસપાસનો કબજો સેન્ટ્રલ આઇબી અને સંબંધિત તંત્રોનો રહેશે. વડા પ્રધાનના પ્રવાસ દરમિયાન તેમની સુરક્ષા બ્લુબુક પ્રમાણે કરાશે. જેથી સ્ટેજ ઉપર મર્યાદિત લોકો જ હશે. વડાપ્રધાન માટે બુલેટપ્રુફ કારની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. પીએમની સુરક્ષાને લઇને પોલીસ દ્વારા મીની મોનીટરીંગ સ્‍ટેશન બનાવાશે.
વાહનો પર જીપીએસ અને એવીએલ સીસ્‍ટમ લગાવવામાં આવશે
બીજી તરફ બંદોબસ્‍તમાં હાજર પોલીસના વાહનો પર જીપીએસ અને એવીએલ સીસ્‍ટમ લગાવવામાં આવશે. તમામ બંદોબસ્‍તમાં ચાર હજારથી વધુ પોલીસ કાફલો જાડાશે. સભા સ્થળની ફરતે વોચ ટાવર ગોઠવવાનું આયોજન પણ કરાયું છે. વડા પ્રધાનની સુરક્ષામાં તૈનાત અધિકારીઓને પેન્ટ શર્ટ અને બ્લેઝરમાં રહેશે અને અંગ્રેજીમાં વાતચીત કરી શકે તેવા અધિકારી-કર્મચારીઓ ઉપર પહેલી પસંદગી ઉતારવામાં આવશે.

વડાપ્રધાનની નજીક કોણ તૈનાત રહેશે
સભા ટાંણે PMની નજીકમાં એસપીજી સિકયુરીટી, સેન્ટ્રલ આઇબી, સ્ટેટ આઇબી અને સ્ટેટ પોલીસના ચુનંદા અધિકારીઓને તૈનાત રાખવામાં આવશે.
200થી વધુ સીસી ટીવી કેમેરા
કાર્યક્રમની એક-એક મુવમેન્ટને કેદ કરવા માટે સ્ટેજ, સભા સ્થળ, પાર્કિંગ સહિતના તમામ સ્થળોએ 200થી વધુ સીસી ટીવી કેમેરા ગોઠવવાનું આયોજન કર્યું છે.
આગળની સ્લાઇડમાં વાંચો,PMના કાફલા માટે ત્રણ હેલિપેડ...
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો