દાહોદમાં પોલીસ કર્મીઓ દ્વારા બેલેટથી 40.68% મતદાન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

દાહોદ: દાહોદ જિલ્લામાં સમાવિષ્ટ વિધાનસભાની છએ બેઠક માટે પોલીસ વિભાગમાં ફરજ બજાવતાં પોલીસ, હોમગાર્ડ, જીઆરડી અને એસઆરપીના જવાનોએ મંગળવારે 40.68 ટકા બેલેટથી મતદાન કર્યું હતું.  2542 મતદરોમાંથી 1758 જણે મતદાન કર્યું હતું.  


ચૂંટણીની પ્રક્રિયા દરમ્યાન સતત ફરજ બજાવનાર  પોલીસ અધિકારીઓ,કર્મચારીઓ જીઆરડી અને હોમગાર્ડઝના જવાનો પોતાના મતાધિકારથી વંચિત ન રહે તે માટે જિલ્લા ચૂંટણી તંત્રે ખાસ વ્યવસ્થા ગોઠવી હતી. મંગળવારે દાહોદ શહેરના પોલીસ તાલીમ ભવનમાં બેલેટથી મતદાનનું આયોજન કરાયું હતું. જ્યાં સવારે 9થી બપોરે 3 સુધી મતદાન ચાલ્યું હતું. આખા જિલ્લાના 2542 નોંધાયેલા મતદારોમાંથી SRPના 79, 1679 પોલીસ જવાનો, GRD અને હોમગાર્ડ દ્વારા મતદાન કરવામાં આવ્યું હતું. 40.68% મતદાન નોંધાયું હતું.

અન્ય સમાચારો પણ છે...