ગોધરામાં કમળાથી એકનું શંકાસ્પદ મોત: રોગચાળો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

 ગોધરા:  પંચમહાલના ગોઘરામાં રવિવારે 40 જેટલો કમળાના કેસો  બાદમાં આજદીન સુધીમાં બીજા નવા 20 કેસો નોઘાતા દિવ્યભાસ્કરે અહેવાલ પ્રસિઘ્ઘ કરતાં તંત્ર દોડતુ઼ થઇ ગયું હતું. જિલ્લા વહીવટી તંત્ર પર થઇ રહેલા આક્ષેપો નો ઢાકપીછોડો કરવા માટે વડોદરા ની આરોગ્ય ટીમ ની મદદ લઇને વિસ્તારના ઘરે ઘરે સર્ચ ઓપરેશન કરીને તમામ રહેવાસીઓના લોહી તથા ઘરમાંથી પાણીના નમુના લઇને અહેવાલ તૈયાર કરવાની તજવીજ હાથ ઘરી હતી. જયારે  શંકાસ્પદ કમળાના દર્દી નું  મોત થતાં વિસ્તારમાં નગર પાલિકા પર આક્રોશ વ્યકત કર્યો હતો. જિલ્લા કલેકટરે તાકિદે બેઠક બોલાવીને જરૂરી આદેશો આપ્યા હતા.  

 

 

પંચમહાલ જિલ્લાના પાટનગર ગોધરાના સાવલીવાડ, જુની પોસ્ટ,તાઇવાડા કુબા મસ્જીદસહિત વિસ્તારમાં દુષિત પાણી પીવાથી 50 ઉપરાંત શંકાસ્પદ કમળાના દર્દીઓ ખાનગી હોસ્પીટલ અને વડોદરા ખાતે સારવાર લેતાં હોવાના સમાચાર દિવ્ય ભાસ્કર માં પ્રકાશિત થતાં વહીવટી તંત્ર દોડતુ઼ થઇ ગયું હતું.પાલિકાને જાણ કરવા છતાં પાલિકાની બેદરકારીના લીઘે વઘુ 11 શંકાસ્પદ કમળાના કેસો નોઘાયા હતા. કમળાનો રોગચાળો ફાટી નીકળતાં વહીવટી તંત્ર એકશનમાં આવીને તાકીદે કલેકટરની અધ્યક્ષતામાં આરોગ્ય અને પાલિકાના અધિકારીઓની બેઠક બોલાવીને વિસ્તારમાં આરોગ્ય સર્ચ ટીમો મોકલવાના આદેશ આપ્યા છે.

 

 

જિલ્લા અને વડોદરા રોગચાળાની ટીમે વિસ્તારમાં ઘરે ઘરે જઇને તપાસ કરી હતી.પાલિકાની બેદરકારી ના લીઘે વિસ્તારમાં કમળાના કેસો બહાર આવતાં જુની પોસ્ટ વિસ્તારમાં રહેતો 17 વર્ષીય દાનીસ ખલીફાનું શંકાસ્પદ મોત થયું હોવાનું બહાર આવતાં વહેલી સવારે આરોગ્ય અને નગર પાલિકાની ટીમે સ્થળ ઉપર મુલાકાત લીઘી હતી.  

 

 

વડોદરાથી આરોગ્યની રોગચાળાની ટીમ બોલાવવાની ફરજ પડી હતી


 ગોધરામાં કમળાએ માથું ઉચકતાં ની સાથે સાથે દિન પ્રતિ દીન કમળાના ઉતરોત્તર વઘારો નોઘાતાં વડોદરા ખાતેથી વઘારાના આરોગ્ય રોગચાળાની ટીમ પોતાની કામગીરી સ્થાનિક આરોગ્ય વિભાગને સાથે રાખીને હાથ ધરી છે.  

 

આરોગ્ય વિભાગની કામગીરી 
 

 આરોગ્યની  સર્ચ ટીમે કમળાગ્રસ્ત  વિસ્તારમાં જઇને 637 ઘરોમા 3700 રહીશોના લોહીના નમુના લીધા  અને ઘરોમાં ઉપયોગ લેવાતા પીવાના પાણીના નમુના લઇને લેબોરેટરીમાં ચકાસણી માટે મોકલી આપ્યા હતા.આરોગ્ય ટીમે ઘરોમાં જરૂરી દવાઓ તેમજ કલોરીનની ગોળીનું વિતરણ કરીને તકેદારીની રહીશોને સમજ આપી હતી. 
પાલિકાના કથળેલા તંત્રથી નોટિસ આપી 


ગોધરાના કમળાગ્રસ્ત વિસ્તારમાં આરોગ્ય ટીમ મોકલી છે અને નગર પાલિકાની નબળી કામગીરીની ગંભીર નોંધ લઇને પાલિકાને કથળેલા તંત્રને આકરી ઝાટકણી કાઢીને નોટીસ પાઠવી છે. ડો.સુરેન્દ્ર જૈન, જિલ્લા આરોગ્ય અધિકારી 


જે કસૂરવાર ગણાશે તેની સામે કાર્યવાહી  કરાશે


ગોધરામાં કમળાના કેસોની સંખ્યમાં વધારો નોધાઈ રહ્યો છે ત્યારે નગરપાલિકાના નઘરોળ તંત્રની બેદરકારી છતી થવા પામી છે. કમળાગ્રસ્ત વિસ્તારમાં24 કલાક સર્વેલન્સ કરવાના, તેમજ પીવાના પાણી અને ડ્રેનેજલાઈનના સમારકામના પ્રશ્નો તાકીદે સોલ્વ કરવાના આદેશ જારી કર્યા છે. પાલિકા તંત્રની કામગીરી પર સતત ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. તેમજ જો કોઇપણ કસૂરવાર ગણાશે કે યોગ્ય કામગીરી નહિ કરે તો કાયદેસરની કાર્યવાહી કરવામા આ‌વશે.  એસ.કે.લાંગા, કલેકટર

અન્ય સમાચારો પણ છે...