તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ: નઢેલાવમાં મધરાતે શિકારની શોધમાં દીપડો કુવામાં પડ્યો, મોત

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
દાહોદ:દાહોદ જીલ્લાના નઢેલાવમાં રાત્રી દરમિયાન શિકારની શોધમાં આવેલો દિપડો કુવામાં ખાબક્યો હતો.કુવાના ઉંડા પાણીમાં દિપડાનું ડુબી જવાથી મોત નિપજ્યુ હતું. વનવિભાગ અને ફાયર બ્રિગેડની ટીમે ભારે જહેમત કરીને દિપડાનો મૃદેહ બહાર કાઢવામાં આવ્યો હતો.પાણી પીજવાથી દિપડાનું મોત થયાની આશંકા વ્યક્ત કરાઈ રહી છે.
શિકારનો પીછો કરતો દિપડો પાણી ભરેલા કુવામાં ખાબક્યો હોવાની આશંકા
દાહોદ જીલ્લાના દેવગઢ બારીયા અને ધાનપુર પંથકના વન વિસ્તારમાં વન્ય પશુઓ વસવાટ કરી રહ્યા છે. વન વિસ્તારો ઉજ્જડ થવાના કારણે મારણની શોધમાં દિપડા જેવા જંગલી પ્રાણીઓ રહેણાક વિસ્તારમાં આવવાની ઘટનાઓ અવાર નવાર પ્રકાશમાં આવતી હોય છે. ગરબાડાના નઢેલાવગામે રાત્રીના સમયે દિપડો શિકારની શોધમાં નિક્ળ્યો હતો. શિકારનો પીછો કરતો દિપડો પાણી ભરેલા કુવામાં ખાબક્યો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
પાણી પી જવાના કારણે દિપડાનું મોત નિપજ્યુ હતું
પાણી પી જવાના કારણે દિપડાનું મોત નિપજ્યુ હતું. સવારે કુવા પર ગયેલા ગ્રામજનોની નજર પડતા વન વિભાગના કર્મચારીઓને જાણ કરી હતી. વનવિભાગ અને ફાયરટીમે દિપડાના મૃતદેહને બહાર કાઢ્યો હતો. પાણી પી જવાના લીધે દિપડો કુવામાં ડૂબી જવાથી તેનું મોત નિપજ્યુ હતું. પોસ્ટ મોર્ટમ બાદ દિપડાની અંત્યેષ્ઠી કરવામાં આવશે. આ બનાવ અંગે વન વિભાગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો