તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ: યુવકો પાસેથી 5 માઉઝર અને 10 કારતૂસ મળી, પોલીસ પણ ચોંકી ઉઠી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
દાહોદ: દાહોદ શહેરમાં બીએસએનએલ ઓફીસ સામેથી મોપેડ ઉપર પસાર થતાં બે યુવકો પાસેથી પાંચ માઉઝર પીસ્ટલ અને દસ જીવતાં કારતૂસ મળી આવતાં પોલીસ ચોંકી ઉઠી હતી. આ બંને યુવકો હથિયારનો આ જથ્થો ક્યાંથી લાવ્યા હતાં અને ક્યાં લઇ જઇ જવાઇ રહ્યો હતો તે અંગેની તલસ્પર્શી તપાસ શરૂ કરાઇ છે. ફતેપુરા તાલુકા અને મધ્ય પ્રદેશના આ બંને યુવકો સામે શહેર પોલીસે ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.15મી ઓગષ્ટ અને શ્રાવણ માસને અનુલક્ષીને પોલીસ વડા મનોજ નિનામાએ સાવચેતી રાખવાનો હુકમ પોલીસ સ્ટાફને આપ્યો હતો.
દરમિયાન એસઓજીના પીએસઆઇ આર.એમ પરમારને હથિયાર અંગેની બાતમી મળતાં દાહોદ શહેરમાં બીએસએનએલ ઓફીસ સામે શાક માર્કેટ પાસે વોચ ગોઠવી હતી. તે વખતે જી જે-20-એસી-2770 નંબરની એક્ટિવા મોપેડ ઉપર પસાર થતાં ફતેપુરા તાલુકાના મૂળ વતની અને લીમડીના સરકારી દવાખાના પાછળ લીલવા રોડ ઉપર રહેતાં શશીકાન્ત ઉર્ફે દાસ બજરંગ મકવાણા અને મધ્ય પ્રદેશના ઝાબુઆ જિલ્લાના ઉદયગંજ ગામના નીશાળ ફળિયામાં રહેતાં કાલુસિંગ ઉર્ફે કાલુભાઇ ગેંદાલ ડામોરને રોકવાનો પ્રયાસ કરાયો હતો. બંને ભાગવા જતાં પીછો કરીને તેમને ઝડપી પાડ્યા હતાં. શશીકાન્ત અને કાલુસિંગે કમરે ખોસેલી બે માઉઝર પીસ્ટલ અને મોપેડની ડેકી માંથી ત્રણ માઉઝર પીસ્ટલ અને દસ કારતૂસ મળી આવ્યા હતાં. પોલીસે તેમની પાસેથી હથિયારો સાથે 2710 રૂપિયા રોકડા, ત્રણ મોબાઇલ અને મોપેડ મળીને 2,08,710 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પીએસઆઇ આર.એમ પરમારે દાહોદ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. શહેર પોલીસે બંને યુવકો સામે ગુનો દાખલ કરીને તેની પુછપરછ હાથ ધરી છે.
તપાસ ચાલી રહી છે
બીએસએનએલ પાસેથી માઉઝર પીસ્ટલ અને કારતૂસ સાથે ઝડપાયેલા યુવકો સામે ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. તપાસ ચાલુ છે. વધુ પુછપરછ માટે બંનેના રિમાન્ડ મેળવવા કોર્ટમાં રજૂ કરાશે.- આર.એમ પરમાર, પીએસઆઇ, એસઓજી
રણુજા પગપાળા જતાં ઓળખાણ થઇ હતી

લીમડીનો શશીકાન્ત અને ઉદયગંજનો કાળુસિંહ પગપાળા રણુજા જતી વખતે બંને વચ્ચે ઓળખાણ થઇ હતી. દોસ્તી થતાં કાળુસિંગે કોઇને હથિયાર જોઇએ તો તે મેનેજ કરશે તેમ જણાવ્યું હતું. ત્યારથી બંને દાહોદ જિલ્લામાં હથિયાર ઘૂસાડવાનો ધંધો શરૂ કર્યો હતો. બંનેએ ભેગા મળીને કોને અને કેટલાં હથિયાર આપ્યા તે અંગેની તપાસ ચાલી રહી છે.
દાહોદમાં કોણે માઉઝર મંગાવી હતી
માઉઝર પીસ્ટલના જથ્થા સાથે આ બંને યુવક દાહોદ શહેરમાં ઝડપાયા છે. ત્યારે તેમની પાસે દાહોદ શહેરમાં કોઇકે આ હથિયારો મંગાવ્યા હતાંω બંને યુવકો દાહોદ પાર્સિંગની મોપેડ ઉપર ફરતાં મળ્યા છે ત્યારે તેઓ શહેરમાં જ કોઇને હથિયાર વેચવા માટે જઇ રહ્યા હોવાની આશંકા વ્યક્ત કરાઇ રહી છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો