તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લીમખેડા: વડાપ્રધાનની જંગી જાહેર સભા, વહીવટીતંત્ર દ્વારા તડામાર તૈયારીઓ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
લીમખેડા: લીમખેડામાં આગામી 17મી સપ્ટે.ના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કાર્યક્રમ યોજાનાર છે. જેમાં લીમખેડાના મોટા હાથીધરા મેદાનમાં વડાપ્રધાનની જંગી જાહેર સભાનું આયોજન પણ હાથ ધરવામાં આવ્યું છે. વડાપ્રધાનનો કાર્યક્રમ અંતર્ગત વહીવટીતંત્ર દ્વારા તડામાર તૈયારીઓ આરંભાઇ દેવાઇ છે. લગભગ 70 હજાર લોકો જાહેર સભામાં ઉપસ્થિત રહેનાર હોઇ તે માટેની વ્યવસ્થા હાથ ધરવામાં આવી રહી છે. કેન્દ્રિય મંત્રી, ગુજરાત સરકારના મંત્રી, પ્રદેશ ભાજપનાં હોદ્દેદારો, જીલ્લા કલેક્ટર સહિતના વહીવટીતંત્રનાં અધિકારીઓએ સભા સ્થળની મુલાકાત લીધી હતી.

કેન્દ્રિય મંત્રી, રાજ્યમંત્રી, પ્રદેશ ભાજપ મહામંત્રીએ સ્થળની મુલાકાતે

દાહોદ જીલ્લામાં સિંચાઇનાં પાણીની વ્યવસ્થા, પીવા-વાપરવાના પાણીની વ્યવસ્થા માટે અંદાજીત 2 હજાર કરોડની યોજનાનું ખાતમુહૂર્ત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લીમખેડામાં આગામી 17મી સપ્ટેમ્બરના રોજ થનાર છે. તેમજ લીમખેડાનાં મોટા હાથીધરા મેદાનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જંગી જાહેર સભાનું આયોજન પણ હાથ ધર્યું છે. જેમાં 70 હજારથી વધુ લોકો ઉપસ્થિત રહેનાર હોઇ દાહોદ જીલ્લા વહીવટીતંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરી છે. વડાપ્રદાનના કાર્યક્રમ અંતર્ગત શુક્રવારે કેન્દ્રિય મંત્રી જશવંતસિંહ ભાભોર, ગુજરાત સરકારના મંત્રી બચુભાઇ ખાબડ, જયદ્રથસિંહ પરમાર, ગુજરાત પ્રદે્શ ભાજપનાં મહામંત્રી શબ્દશરણ બ્રહ્મભટ્ટ, દાહોદ જીલ્લા પ્રભારી અમીત ઠાકર, જીલ્લા કલેક્ટર એલ.પી.પાડલીયા, પ્રાંત અધિકારી એ.બી.પાંડોર, સહિતના અનેક પદાધિકારી-અધિકારીઓએ સભાસ્થળની મુલાકાત લીધી હતી.

2 હજાર કરોડથી વધુની યોજના જાહેર કરાશે

લીમખેડા નગરમાં 17મી સપ્ટે.ના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવનાર છે. ત્યારે દાહોદ જીલ્લામાં કડાણાનું પાણી સિંચાઇ માટે મળી રહે તથા હાફેશ્વરનું પાણી પીવા-વાપરવા માટે મળી રહે તે અંગે 2 હજાર કરોડથી વધુની યોજના જાહેર કરવામાં આવશે. આ ઉપરાંત વનબંધુઓને વનઅધિકારી હેઠળ જમીનની સનદ પણ અપાશે. - શંકરભાઇ અમલીયાર, દાહોદ જીલ્લા ભાજપ પ્રમુખ
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો