તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખેડા-મધ્ય પ્રદેશના પશુપાલકો વચ્ચે ઘર્ષણ, ફાયરીંગ કરી 135 પશુઓની લૂંટ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
દાહોદ: દાહોદ તાલુકાના ખેડામા મધ્ય પ્રદેશના પશુપાલકો પશુ ચારવા આવ્યા હતા. સ્થાનીકો પણ અહીં જ પશુઓ ચરાવતા હતા. ત્યારે બંન્ને રાજયના પશુપાલકો વચ્ચે આ મામલે જ ઘર્ષણ થયુ હતુ. ખેડાના પશુપાલકોએ ફાયરીંગ કરી મધ્ય પ્રદેશના પશુપાલકોના રૂા. 1,90,000 ના 135 પશુઓની લૂંટ ચલાવી હતી. ફાયરીંગમાં એક વ્યકિતને ઇજા થઇ હતી. ઘટના સંદર્ભે કતવારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે.

પશુ પાલકો વચ્ચે તકરાર થતાં ગોળીબાર કરીને લૂંટ ચલાવી 

દાહોદ તાલુકાનુ ખેડા ગામ મધ્ય પ્રદેશની સરહદને અડીને આવેલુ છે. બન્ને રાજ્યના પશુપાલકો પશુ ચરાવતા હોય છે. ખેંગ ચિખલીયા ગામના પરશુભાઈ થાવરીયાભાઈ ભુરીયા,દિનેશભાઈ મડીયાભાઈ ભુરિયા, ખીમા મગન ભુરિયા તથા ટપુભાઈ પીન્ટુબાઈ ભુરિયા તથા રાજહિગ ડાંગી  પશુ ચરાવાના સ્થળે ગયા હતા. મધ્યપ્રદેશના  વાગનખેડીના લોકો પણ તેમના પશુઓ ખેડામાં પશુ ચરાવતા હતા. તે વખતે બોલાચાલી થઈ હતી. ખેગ ચિખલીના પાંચેય ઘરે જઈને બંદુક લઈ આવ્યા હતા. એમપીના લોકોન ધમકાવી ટપુ પારગીએ હવામાં ફાયરીંગ કરતા દલસુખભાઈને  પગમાં ઈજા થઈ હતી.

બળદ-ગાય અને ભેંસ મળીને રૂા.1.90 લાખના પશુનોની લૂંટ

જ્યારે રાજહંહિંહગે ઉપરા છાપરી ફાયરીંગ કરી ભય ફેલાવ્યો હતોઅને તમામે બળદો, ગાયો અને ભેસો મળી રૂા.1,90,000ના 135 પશુની લૂંટ ચલાવીને ફરાર થઈ ગયા હતા. આ ઘટનાથી પંથકમાં ભયનું વાતાવરણ ફેલાયુ હતું. આ સંદર્ભે કતવરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવાતા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનિય છે કે આવી બાબતોને લઇને ભુતકાળમાં પણ ઘર્ષણના બનાવો બનતા રહ્યા છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો