દાહોદ પાસે આવેલ બાવકાનું શિવ પંચાયત મંદિર એટલે 'ગુજરાતનું ખજૂરાહોનું મંદિર'

શિવ પંચાયતન મંદિર ભગ્ન અવસ્થામાં સોલંકી કાલીન સુવર્ણયુગની યાદ અપાવે છે

Bhaskar News

Bhaskar News

Divyabhaskar.com | Updated - Jun 08, 2015, 12:05 AM
Khajuraho temple Of Gujarat Had Been Built in 10th Century
કલાથી શિક્ષણ : દાહોદથી 11 કી.મી. દૂર બાવકા ગામમાં આવેલું પ્રાચીન શિવ પંચાયતન મંદિર ભગ્ન અવસ્થામાં સોલંકી કાલીન સુવર્ણયુગની યાદ અપાવે છે. આ દેવાલયની બાહ્ય દિવાલો ઉપરની શિલ્પ સમૃદ્ધિ આકર્ષક છે. મૈથુન શિલ્પોની પ્રચુરતાને કારણે આ પ્રાચીન શિવાલય “ ગુજરાતના ખજૂરાહો ” તરીકે જાણીતું છે. પુરાતત્વ વિભાગના મત મુજબ આ મંદિર અંદાજે 10મી સદીનું છે.
Paragraph Filter
- સોલંકીકાલીન ખજૂરાહોનું મંદિર સુવર્ણયુગનું મંદિર
- દાજે 10મી સદીમાં બનાવવામાં આવેલ મંદિર
- દરેક પ્રતિમાનું માપ અંદાજે 64x95x36 સે.મી. છે.
આ મંદિરને દ્વિઅંગી ગણાય છે. આ મંદિરની ચારે બાજુ કંડારવામાં આવેલ નૃત્યમુદ્રાવાળી અપ્સરાઓ અપ્સરાઓની અંગભંગીનીઓ મનમોહક છે. પુરાતન સમયમાં કામનું જ્ઞાન અને એ વિશેની સમજ અનિવાર્ય ગણાતિ કારણ કે વાત્સ્યાયન મુનિએ કામને કલાનો દરજ્જો આપ્યો હતો. એ સમયે જાતિય જ્ઞાનના પ્રચાર-પ્રસાર માટેનું માધ્યમ મંદિરો હતાં. બાવકા મંદિરની બાહ્ય દિવાલ પર રતિક્રિડાના શિલ્પો જાતિય જ્ઞાનની સાચી સમજ આપે છે. હાલ તો ખંડેર જેવું બની ગયેલું આ પુરાતન શિવાલય પોતાની જાહોજલાલી, વૈભવ અને ઐશ્વર્યની યાદોને તાજી કરતું ઊભું છે.
આગળ જુઓ વધુ તસવીર...

Khajuraho temple Of Gujarat Had Been Built in 10th Century
Khajuraho temple Of Gujarat Had Been Built in 10th Century
Khajuraho temple Of Gujarat Had Been Built in 10th Century
Khajuraho temple Of Gujarat Had Been Built in 10th Century
X

COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App