જગન્નાથમય બન્યું દાહોદ-ગોધરા, મંત્રીઓ અને મહાનુભાવોએ પહિદ વિધિ કરી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દાહોદ: દાહોદ શહેરમાં અષાઢી બીજના દિવસે પરોઢે શંખનાદ સાથે ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા નીકળતાં ભાવિકો ભાવવિભોર બન્યા હતાં. અનેરા થનગનાટ સાથે લોકોએ ભગવાનને વધાવ્યા હતાં. રથયાત્રાના રૂટ ઉપર લાંબી રથયાત્રામાં જગન્નાથજીના જયકારા સાથે શહેર આખો દિવસ જન્નાથમય રહ્યો હતો.રવિવારે અષાઢી બીજના રોજ દાહોદના હનુમાન બજાર સ્થિત રણછોડરાયજી મંદિરેથી પરોઢના 9.00 વાગ્યે ભગવાન જગન્નાથજી, બહેન શુભદ્રાજી અને બલરામજીને રથમા બીરાજમાન કર્યા બાદ ભવ્ય મહાઆરતી કરાઇ હતી. આરતીમાં હજારોની સંખ્યામાં ભાવિકો જોડાયા હતાં. કેન્દ્રિય મંત્રી જશવંતસિંહ ભાભોર, રાજ્યમંત્રી બચુભાઇ ખાબડ તથા અન્ય મહાનુભાવોની પહિદ વિધિ બાદ શંખનાદ સાથે ભગવાન નગરચર્યાએ નીકળ્યા હતાં. 
 
રાધે-રાધેના ભજનનો અનોખો માહોલ
 
રથયાત્રામાં જગન્નાથના જયકારા સાથે બેન્ડ અને ડીજેમાં વાગતાં‘રાધે-રાધે’ના ભજનોએ અનોખો માહોલ ઉભો કર્યો હતો.  બપોરે સોનીવાડ સ્થિત રાધાકૃષ્ણ મંદિરે વિસામો કરાયો હતો. ત્યાં તમામ ભાવિકોએ પ્રસાદી લીધી હતી. રથ યાત્રામાં ઘોડા, બેન્ડ, અખાડા, યુવાનોના વિવિધ કરતબોની ઝાંખી સાથે મહિલાઓની ભજનમંડળીઓ ભકિતરંગ પ્રસરાવી હતી. ઉજ્જેથી આવેલી શિવ કી બારાત અને મધ્ય પ્રદેશના આદિવાસી નૃત્ય રથયાત્રાનું મુખ્ય આકર્ષણ જમાવ્યું હતું. 
 
મગ અને જાંબુના પ્રસાદનું વિતરણ
 
રથયાત્રામાં 300 કિલો મગ અને 500 કિલો જાંબુનું પ્રસાદી રૂપે વિતરણ કરાયું હતું. રથયાત્રાનું વિવિધ સમાજ અને મંડળો દ્વારા ઠેર-ઠેર સ્વાગત કરાયું હતું. સાંજના સમયે યાત્રા નિજ મંદીરે પહોંચતાં આરતી સાથે પૂર્ણાહૂતિ કરવામાં આવી હતી. રથયાત્રાના પ્રારંભ સાથે જ ખાણી-પીણીના સ્ટોલ જોવા મળ્યા હતાં. આખા રૂટ ઉપર વિવિધ લોકોએ ભાવિકો માટે સ્ટોલ ઉભા કર્યા હતાં. દરેક સ્ટોલ ઉપર કંઇક અલગ અને નવી વેરાયટી ભાવિકો માટે મુકેલી જોવા મળી હતી.દાહોદમાં અષાઢી બીજ ના રોજ ભગવાન જગન્નાથજી દબદબાભેર રથયાત્રા નીકળી હતી. આ યાત્રામાં ભજન મંડળી,  ઉજ્જૈનથી આવેલી  શિવ કી બારાત અને આદિવાસી નૃત્ય મંડળી સાથે યુવાનોના વિવિધ કરતબે રંગ જમાવ્યો હતો.
 
મુખ્ય આકર્ષણ બન્યા
 
અખાડા, અંગ કસરતના દાવ, મધ્યપ્રદેશનું આદિવાસી નૃત્ય, મહિલા ભજન મંડળીઓ, ઉજ્જૈનથી આવેલ શિવ કી બારાત, તેમજ એક સરખા રંગમાં વેશભુષામાં નીકળેલા યુવાનો મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યા હતાં.
 
દરેક સમાજના અગ્રણીઓ દ્વારા સ્વાગત
 
આ રથયાત્રા દરમિયાન દાહોદ શહેરની 10માં વર્ષની રથયાત્રા દરમિયાન દરેક કે દરેક સમાજના અગ્રણીઓ તેમજ કાર્યકર્તાઓ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ભવ્ય સ્વાગત તેમજ રથયાત્રામાં સામેલ તમામ ભક્તોનું નાસ્તા તથા ઠંડા પાણીઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.
 
આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરી વધુ વાંચો: ગોધરામાં ભક્તિભાવપુર્વક જગન્નાથજીની રથયાત્રા નીકળી
અન્ય સમાચારો પણ છે...