કોંગ્રેસને પાંચ દશકા રાજ કરવાનો મોકો મળ્યો, આદિવાસી માટે શું કર્યુંઃ મોદી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

દાહોદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દાહોદમાં વિશાળ જનસભાને સંબોધી હતી. ખેરાડ ગામે યોજાયેલી જાહેરસભા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. સભાને સંબોધતા વડાપ્રધાને કહ્યું હતું કે, દાહોદના દરેક મહોલ્લામાં હું પગે ચાલીને ફર્યો છું. સાઈકલ લઈને છેક પરેલ સુધી જતો હતો.
 
કોંગ્રેસેને આડેહાથ લેતાં વડાપ્રધાને કહ્યું કે, કોંગ્રેસને આ દેશમાં પાંચ દશકા કરતા વધારે સમય રાજ કરવાનો મોકો મળ્યો છે. કેટલાંય વડાપ્રધાન આવી ગયા પણ આદિવાસીઓ માટે અલગ મંત્રાલય નહોતું બનાવ્યું. અટલજીની સરકાર બન્યા પછી પ્રથમ વખત આ દેશમાં આદિવાસીઓમાટે અલગ મંત્રાયલ બન્યું. અલગ બજેટ પણ બન્યું. આજે સંસદમાં આદિવાસીઓના વિકાસ માટે અલગથી ચર્ચા થવા માંડી. જે કામ અમે કર્યું છે. વિકાસના મુદ્દા પર જ ગુજરાતનું ભલું થવાનું છે. 

 

કોંગ્રેસ એવું કહે છે કે મોદી સરકાર અમીરો માટે કામ કરે છે. જેને અમીર અને ગરીબની ખબર નથી પડતી એ આવી વાતો કરે છે. દેશમાં 25 કરોડ કુટુંબો છે જે પૈકી હજી પણ કેટલાંય ઘરોમાં દીવો કરવો પડે એ ગરીબની સેવા કરવી જોઈએ. એટલે જ પ્રધાનમંત્રી સૌભાગ્ય યોજના 2019 પહેલાં અતિ ગરીબના ઘરમાં પણ વીજળીનો દીવો ઝબુકે અને મફત મળે એવું કરવું છે. 

 

રામમંદિર મુદ્દે કપિલ સિબ્બલને આડેહાથ લેતાં તેમના ઉપર પ્રહાર કર્યા હતા. બીજી તરફ સુન્નિ વકફ બોર્ડનો આભાર માન્યો હતો. બધાં ભેગા થઈને રસ્તો કાઢવા નિકળ્યા છે ત્યારે કોંગ્રેસનાં નેતાઓ રોડા નાંખવાનું કામ કરી રહ્યા છે. દેશ એકતાથી અને ખભેખભા મિલાવવાથી જ ચાલવાનો છે. એટલે વિકાસની યાત્રાને આગળ ધપાવી આપણા દેશને દુનિયાની તોલે લાવીને મુકીશું તેવો સંકલ્પ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...