તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રોજ 1200 સિગારેટ જેટલો ચૂલાનો ધુમાડો વેઠી રહી છે દેશની 15 કરોડ મહિલાઓ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
દાહોદ/નવી દિલ્હી/ભીલવાડા/પટિયાલા​: ભીલવાડાનુંલ ગામ પ્રતામસ બા કી બાડિયા. અહીં રહે છે શ્રીરામ ગુર્જર, તેમની પત્ની બાદામી દેવીને કેન્સર છે. શરીર સંપૂર્ણપણે સુકાઇ ગયુ છે. હાથ-પગ પણ મોટી મુશ્કેલીથી હલે છે. રાત-દિવસ સુતા-સુતા વિતે છે. લાંબા સમયથી બીમાર છે, જયપુર સારવાર માટે લઇ ગયા તો ખબર પડી કે ચૂલાના ધુમાડાને કારણે તેમને કેન્સર થયુ છે. બાદામી દેવીની જેમ જ દેશમાં હજુ ફણ 15 કરોડ મહિલાઓ હજુ પણ લાકડા, કોલસા કે છાણા સળગાવીન ભોજન રાંધે છે.
 
આ સરવે તત્કાલીન યૂપીએ સરકારે કરાવ્યો હતો
 
તેમના ઘેર હજુ પણ એલપીજી ગેસ નથી પહોંચ્યો. તેઓ રોજ ઘણા કિલોમીટર પગપાળા ચાલીને જંગલથી લાકડા વીણીને લાવે છે અને રોજ ચૂલાની આંચથી ઉઠતા ધુમાડાની લપેટમાં આવીને બિમાર પડે છે.એક અનુમાન અનુસાર દેશમાં દર વર્ષે  5 થી 9 લાખ લોકોના મોત માત્ર અસ્વચ્છ ઈંઘણના સહારે ભોજન રાંધવાને કારણે થાય છે. આ પંદર કરોડમાંથી 6 કરોડ તો, વર્ષ 2011-13ની તે સામાજિક, આર્થિક અને જાતિ આધારિત વસ્તી ગણતરીના હેઠળનાલ છે જેના આધારે ઉજ્જવલા કનેક્શન આપવામાં આવી રહ્યા છે. આ સરવે તત્કાલીન યૂપીએ સરકારે કરાવ્યો હતો. 
 
9 કરોડ પરિવારો પણ મંત્રાલયના આંતરકિ સરવેનો ભાગ છે
 
જ્યારે અન્ય 9 કરોડ પરિવારો પણ મંત્રાલયના આંતરકિ સરવેનો ભાગ છે. તેના માધ્યમથી તેમણે આ જાણવાનો પ્રયાસ કર્યો હતો કે કે આ અભ્યાસ સિવાય પણ એવા કેટલા પરિવાર છે, જેમને હજૂ સ્વચ્છ ઈંધણની જરૂર છે. કેલિફોર્નિયા યુનિવર્સિટીમાં ગ્લોબલ એન્વાયરનમેન્ટ હેલ્થના જાણીતા પ્રોફેસર ડૉ. કિર્ક સ્મિથના અનુસાર જ્યારે મહિલાઓ ચૂલા પર લાકડા સળગાવીને ભોજન રાંધે છે, ત્યારે એક કલાકની અંદર 400 સિગરેટ સળગવા જેટલો ધુમાડો થાય છે. તેઓ ભારતમાં ગ્રામીણ મહિલાઓ અને બાળકીઓના આરોગ્ય માટે તેને ખતરો ગણાવે છે. ભારતમાં ગ્રામીણ મહિલાઓ રોજ ઓછામાં ઓછી 1200 સિગરેટના ધુમાડા વચ્ચે ભોજન રાંધી રહી છે.
 
ભાસ્કરે પેટ્રોલિયમ મંત્રીને પૂછ્યું -
 
15 કરોડ પરિવાર ચૂલાના ધુમાડામાં રહેવા માટે મજબૂર છે, તે માટે શું કામ થઇ રહ્યું છે?
 
પંદર કરોડ પરિવાર છે અથવા ઓછા છે. તેમા મુખ્ય એ છે કે અમે શરૂઆત કરી છે. અમારુ લક્ષ્ય દરેક ઘર સુધી પહોંચવુ છે. ગરીબના ઘરમાં એલપીજી અમારી પ્રાથમિકતા છે. તમને ઉજ્વલા સ્કીમના લાભાર્થીની સંખ્યામાં દરેક સમયે વધારો દેખાશે.- ધર્મેન્દ્ર પ્રધાન, પેટ્રોલિયમ મંત્રી
 
એક નજર તેમની મુશ્કેલી પર
 
70 કરોડ: લોકો દેશમાં નક્કર અથવા પારંપરિક ઇંધણ પર નિર્ભર છે. ડબલ્યુએચઓના 2014ના રિપોર્ટ મુજબ.
40%: વાયુ પ્રદૂષણ ઘરોમાં લાકડાં અથવા બીજા નક્કર ઇંધણથી ખાવાનું બનાવે છે. એનર્જી રિસોર્સ ઇન્સ્ટીટ્યુટની સ્ટડીમાં કહેવામાં આવી છે.
13%:  ગ્રામીણ લોકો પાસે એળપીજી સિલિન્ડર છે. 2011ના સેન્સસ મુજબ. જ્યારે દેશમાં 50 ટકા કરતાં વધારે ઘરોમાં ટીવી છે.
2 હજાર: માઇક્રોગ્રામ પ્રતિ ક્યૂબિક મીટર પ્રદષણના કણનું સ્તર નક્કર ઇંધણથી ખાવાનું બનાવામાં પેદા થાય છે. આ સ્તર વધારેમા વધારે 100 હોવુ જોઇએ.
 
આગળની સ્લાઇડમાં વાંચો,ગ્રામીણો આવી રીતે પરેશાન છે :  પીડા 3 કહાનીઓ કહે છે...
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો