દાહોદ: ઓખી વાવાઝોડાની તીવ્ર અસરના પગલે દાહોદ શહેર સહિત જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી ઠંડીએ પ્રજાને ધ્રુજાવી નાખ્યા હતાં. ગુરુવારે મહત્તમ પારો 25 અને લઘુતમ 17 સે.ગ્રે રહ્યો હતો. તાપ નીકળતાં લોકોએ રાહત અનુભવી હતી. દાહોદના સ્ટેશન રોડ પર વર્ષોથી શિયાળાની ઋતુમાં તિબેટિયન રીફયુઝી માર્કેટ ઉભું કરાય છે. જેમાં તિબેટ અને હિમાચલ પ્રાંતના વેપારીઓ દ્વારા સ્વેટર, જેકેટ, ટોપી, મોજાં, સ્કાફ, મફલર, શાલ, ધાબળા સહિતના ગરમ વસ્ત્રોનું વેચાણ કરવામાં આવે છે.
આ વર્ષે તિબેટીયન માર્કેટમાં ઉનના કપડાંની દુકાનો ઊભી થઇ છે. ખાસ કરીને ઉન, વુલન, લેધર, વોટરપ્રુફ અને રેકઝીનના વસ્ત્રોમાં વેરાયટી જોવા મળે છે. આ વખતે સારા શિયાળાની શરૂઆતને લઈ આ વેપારીઓએ મોટા પાયે ગરમ કપડાંઓનો જથ્થો ઠાલવ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.