દાહોદ જિ.માં 15 ગુનામાં વોન્ટેડ ઢઢેલાનો બુટલેગર ઝડપાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લીમખેડા: લીમખેડાનાં ઢઢેલા ગામનો કુખ્યાત બુટલેગર દાહોદ જીલ્લાના વિવિધ પોલીસ મથકોનાં 15 જેટલા ગુનાઓમાં વોન્ટેડ જાહેર કરાયો હતો. લીમખેડા પોલીસ તથા પેરોલ ફર્લો સ્કવોર્ડે તેને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

લીમખેડા તાલુકાના ઢઢેલા ગામનો કુખ્યાત બુટલેગર સુશીલ દેવચંદ જયસ્વાલ વિદેશી દારૂની હેરાફેરીમાં દાહોદ જીલ્લાનાં લીમખેડા, જેસાવાડા, દેવગઢ બારીઆ, દાહોદ સહિતના પોલીસ મથકોમાં 15 જેટલા ગુનાઓમાં વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો.
 
પંચમહાલ રેન્જ આઇ.જી. અભયચુડાસમાની સૂચનાઅને જીલ્લા પોલીસ વડા મનોજ નિનામાના માર્ગદર્શન હેઠળ લીમખેડા પોલીસ મથકનાં પો.ઇ. ડી.વી.તડવી, પોબેશનબલ પોસઇ શૈલેન્દ્ર રાઠોડ તેમજ પેરોલ ફર્લો સ્કવોડના પોસઇ પી.એચ.વસાવા તથા સ્ટાફના માણસોએ રક્ષાબંધનનો તહેવાર કરવા માટે આવેલા શુસીલ જયસ્વાલને તેના ઘરેથી ઝડપી પાડી તેની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે તેની ઘનિષ્ઠ પુછપરછ હાથ ધરી છે.
 
અન્ય સમાચારો પણ છે...