ગોધરામાં છુટા છવાયા છાંટા પડતાં માર્ગો ભીંજાયા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગોધરા: ગોધરા શહેરમા એક અઠવાડિયા બાદ હવામાનશાસ્ત્રીઓની આગામી પ્રમાણે છુટા છવાયા છાંટા પડતા માર્ગ ભીંજાઇ જવાની સાથે ઉકળાટ વચ્ચે ઠંડતા પ્રસરાતા પ્રજાને રાહત પહોચી હતી. 

ગોધરામાં 10 જૂનને બદલે અઠવાડિયા જેટલુ ચોમાસુ વિલંબથી બેસ્યુ છે. અગાઉ એક ઇંચ જેટલો વરસાદ થતાં ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોએ ખેતીલક્ષી કામગીરીની તૈયારીઓ આદરી હતી પર઼તુ વરસાદે હાથ તાળી આપતા પુ:ન ઉનાળોની અસહ્ય ગરમીનો અહેસાસ પ્રજા કરી રહી હતી. જેના કારણે  ઘરની બહાર નીકળુ દુધકાર બનીને માર્ગો ઉપર જાણે કરફ્યુમય માહોલ થઇને પરસીનાથી પ્રજા રેબઝેબ બની હતી.
 
હવામાનશાસ્ત્રીઓ દ્વારા સળંગ પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદ થવાની આગાહી કરાઇ છે. જેના ભાગરુપ ગુરુવારની સવારથી આકાશમાં સૂર્યનારાયણ અદશ્ય બનવાની સાથે વરસાદના એંધાણ વ્યાપ્યા હતા. અને બપોરે છુટા છવાયા છાંટા પડતા માર્ગો ભીના થવાની સાથે નીચાણવાળા વિસ્તારમાં કાદવકિચ્ચડ સર્જાયુ છે.
અન્ય સમાચારો પણ છે...