દાહોદમાં પંચાયતી રાજમાં મહત્વનો ફાળો આપનારનું સન્માન કરાયું

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- પંચાયતી રાજને સુદૃઢ બનાવનાર પદાધિકારીઓના કારણે આજે દેશ વિકાસના પંથે ગતિ કરી રહ્યો છે- રાજયમંત્રી દિલીપકુમાર ઠાકોર
- સ્વાતંત્ર સેનાની, શતાયુ નાગરિકોનું પણ સન્માન
દાહોદ: દાહોદ જિલ્લા પંચાયત પદા-ધિકારીઓ, સ્વાતંત્ર સેનાનીઓ અને શતાયુ નાગરિકોનો/ સન્માન સમારોહ રાજયના સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગોના કલ્યાણ, શ્રમ અને રોજગાર રાજયમંત્રી દિલીપકુમાર વિરાજી ઠાકોરના અધ્યક્ષ સ્થાને દાહોદ પ્રસંગ પાર્ટી પ્લોટ,ગોવિંદનગરમાં યોજાયો હતો.
દાહોદ જિલ્લાના સ્વાતંત્ર સેનાનીઓ, શતાયુ નાગરિકો અને પંચાયતી રાજના પૂર્વ પદાધિકારીઓનું સન્માન કરતાં સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગોના કલ્યાણ રાજયમંત્રી દિલીપકુમાર ઠાકોરે જણાવ્યું હતું કે આપણા તત્કાલિન મુખ્યમંત્રી અને હાલ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નવતર અભિગમ પ્રમાણે ગુજરાતના વિકાસમાં મહત્વનો પાયાનો ફાળો આપનાર પૂર્વ પદાધિકારીઓના સન્માનનો સમારોહ યોજવામાં આવ્યો હતો. અને હાલના ગતિશીલ ગુજરાતના પ્રણેતા પ્રથમ મહિલા મુખ્ય મંત્રી આનંદીબેન પટેલે છેક ગ્રામ્ય કક્ષ્નાએ પાયાનું કામ કરનાર અને ગામંડાઓના વિકાસમાં મહત્વનો ફાળો આપનાર પંચાયતી રાજના પ્રતિનિધિઓ, શતાયુ નાગરિકો તથા દેશને આઝાદી અપાવવામાં મહત્વનું યોગદાન આપનાર સ્વાતંત્ય સેનાનીઓનું પણ સન્માન કરવાનો દુઢ નિશ્વય કર્યો છે.તેના ભાગરૂપે આવા મહત્વના ઐતિહાસિક સમારોહનું દાહોદ સહિત રાજય ભરમાં યોજાઇ રહયા છે. એમ રાજય મંત્રી દિલીપ ઠાકોરે જણાવ્યું હતું.
આવા કાર્યક્રમો થકી રાજય અને દેશના વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવનાર ભુલાઇ ગયેલા પદાધિકારીઓ પોતે કરેલા યોગદાનની યાદ તાજી અપાવશે. આને નવી પેઢીને પણ દેશ ભાવના સાથે પ્રેરણા મળી રહેશે. એમ પૂર્વ પદાધિકારીશ્રીઓ અને સ્વાતંત્ય સેનાઓકે તેમના વારસદારોને વંદન કરતાં રાજય મંત્રી દિલીપ ઠાકોરે જણાવ્યું હતું. રાજયના વન પર્યાવરણ અને મત્સ્યોધોગ રાજય મત્રી બચુભાઇ ખાબડે પ્રાસંગોચિત પ્રવચન કરતાં જણાવ્યું હતું કે પૂર્વ પદાધિકારીશ્રીઓના સન્માનનો નવતર વિચાર રાજ્ય સરકારને આવ્યો એ એક ઐતિહાસિક બાબત ગણાય. જેણેે સમાજ સવાના કામો કર્યા છે એવા પૂર્વ વડીલોની કામગીરીને બિરદાવવા રાજય સરકારે સ્તુત્ય પગલું ભર્યું છે. એમ જણાવ્યુ હતુ. આ પ્રસંગે સન્માનિત નવરચિત દાહોદ જિ. પ.ના પૂર્વ પ્રથમ મહિલા પ્રમુખ મોહિન્દ્રાબેન રાઠોડે વક્તવ્ય આપ્યું હતુ.
અન્ય સમાચારો પણ છે...