તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શ્રીજીની શાનદાર વિદાય: ‘બાપ્પા મોરિયા’ના નાદથી રસ્તાઓ ગુંજી ઉઠ્યા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દાહોદ: દાહોદ શહેરના રાજમાર્ગ તેમજ સોસાયટી વિસ્તારોમાં સંગીતના તાલે ઢોલ નગરાના સથવારે અબિલ ગુલાલની છોળો ઉડાવી શ્રદ્ધાળુઓએ શ્રીજીની વિસર્જન યાત્રા રંગેચંગે ભક્તિભાવ ભર્યા માહોલમાં કાઢી હતી. શહેર સહિત જિલ્લાના વિવિધ ગામોમાં ગણપતિ બાપા મોયૉના ગગનભેદી નારા સાથે ભકતોએ બાપાને ભારે હૈયે વિદાય આપી હતી. શહેરમાં વિસર્જન મહોત્સવ ટાંણે જ
વરસીને વરસાદે વિઘ્નહર્તાના ચરણ પખાળ્યા હતાં.
દાહોદ શહેર સહિત સમગ્ર જિલ્લામાં અનંદ ચતુર્દશીએ શ્રીજીની પ્રતિમાનું વિસર્જન કરાયું હતું. શહેરમાં ગુરુવારની સવારથી જ ગણેશ મંડળો ઝાંખી બનાવવામાં વ્યસ્ત જોવા મળ્યા હતાં. તેવો જ માહોલ આખા જિલ્લાના ગામોમાં જોવા મળ્યો હતો. શહેરમાં મંડળોએ બનાવેલી વિવિધ ઝાંખીઓ આકર્ષણનું કેન્દ્ર બનવા પામી હતી. વિસર્જન યાત્રામાં ઝાંખીઓ સાથે ડી.જે. અને ઢોલના તાલે યુવાનો આનંદ કરતાં જોવા મળ્યા હતાં. યુવાનો દ્વારા ગણપતિના નાદથી વાતાવરણ ગુંજાયમાન કરી મુકવામાં આવ્યું હતું. શહેરમાં બિરાજીત ગણેશજીની પ્રતિમાઓનું છાબ તળાવમાં વિસર્જન કરવામાં આવ્યું હતું. આ સાથે આખા જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં વિસર્જન થયું હતું.
આગળ જુઓ વધુ તસવીર...
અન્ય સમાચારો પણ છે...