દાહોદ જિ.ના ઇતિહાસમાં પ્રથમ વાર ત્રિ-દિવસીય પાસપોર્ટ કેમ્પ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તસવીરનો પ્રતિકારાત્મક ઉપયોગ)

-29થી 31 મે સુધી પોલિટેકનિક કોલેજમાં આયોજન
-3 દિવસ સુધીમાં દાહોદ બેઠાં પાસપોર્ટ કઢાવી શકાશે : ઓનલાઇન ફોર્મ જરૂરી

દાહોદ:દાહોદ જિલ્લાના ઇતિહાસમાં પ્રથમ વખત કૂવો પ્યાસા પાસે આવ્યો હોવાની ઘટના બની છે. પાસપોર્ટ કઢાવવા માટે ઓન લાઇન અરજી કર્યા બાદ લોકોને અત્યાર સુધી વડોદરા લાંબા થવું પડતું હતું. ત્યારે દાહોદ જિલ્લાની પ્રજાને દાહોદ બેઠા ત્રણ દિવસ દરમિયાન પાસપોર્ટ મેળવી શકે તેવી સુવિધા પાસપોર્ટ ઓફિસ દ્વારા કરવામાં આવનાર છે. 29થી 31 મે સુધી એક કેમ્પનું આયોજન કરીને પાસપોર્ટ ઓફિસ દાહોદ બેઠાં જ પાસપોર્ટ કાઢી આપશે. પરંતુ તેમાં ઓનલાઇન ફોર્મ ભરવું અનિવાર્ય છે.
દાહોદ શહેરમાં પાસપોર્ટ ઓફિસ દ્વારા પોલિટેકનિક કોલેજના કેમ્પસમાં તા.29 મેથી 31 મે સુધી એક કેમ્પનું આયોજન કરાયું છે. નવો પાસપોર્ટ કઢાવવા ઇચ્છુક વ્યક્તિને ઓનલાઇન અરજી કર્યા બાદ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે વડોદરા સુધીનો ધક્કો નહીં ખાવો પડે. આ કેમ્પમાં ભાગ લેવા ઓનલાઇન અરજી કરવી અનિવાર્ય છે. ઓનલાઇન અરજી કરતી વખતે સેન્ટર સિલેક્શનમાં ચાર ઓપ્શન સાથે પાંચમો ઓપ્શન દાહોદ કેમ્પનો પણ જોવા મળશે.
અને તે ઓપ્શન પર ક્લિક કરતાં આ કેમ્પની 29થી 31મી વચ્ચેની કોઇ પણ તારીખ મળી જશે. ત્યાર બાદ પાસપોર્ટ કઢાવવા ઇચ્છુક વ્યક્તિ પાસપોર્ટ કઢાવવા માટે જે કોઇ ડોક્યુમેન્ટની જરૂર હોય છે તે તમામ ઓરિજિનલ ડોક્યુમેન્ટનું વેરિફિકેશન અહીં દાહોદ સ્થિત પોલિટેકનિક કેમ્પસમાં આયોજિત કેમ્પમાં કરાવી શકશે. તા. 29ના રોજ આ કેમ્પનો સમય બપોર ત્રણ વાગ્યે, 30મીએ સવારે 11થી સાંજના પાંચ વાગ્યે અને 31ના રોજ સવારે 11થી બપોરે ત્રણ વાગ્યા સુધીનો રાખેલ છે. આ કેમ્પનો લાભ વધુમાં વધુ વ્યક્તિઓ લે તે ઇચ્છનિય છે.

ઉલ્લેખનિય છે કે આ કેમ્પ માટે પાસપોર્ટ ઓફિસના જ મીસ અનીતા શુક્લ દ્વારા ખુબ જ રસ લઇ દાહોદમાં કેમ્પ થાય તે માટેનું આયોજન કરાયું છે. ટૂંકમાં મીસ અનીતાના પ્રયત્નોથી જ દાહોદમાં પાસપોર્ટનો કેમ્પ કરવામાં આવી રહ્યો હોવાનું જાણવા મળ્યું છે.
કેમ્પ ત્રણ દિવસનો રહેશે
પાસપાર્ટ ઓફિસ દ્વારા પાસપોર્ટ અંગેનો કેમ્પ ત્રણ દિવસ દરમિયાન રાખવામાં આવ્યો છે. વધુમાં વધુ લોકો લાભ લે તે ઇચ્છનીય છે.- પદ્મરાજ ગામિત,પ્રાંત અધિકારી
અન્ય સમાચારો પણ છે...