તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રોગચાળો ડામવામાં નિષ્ફળ દાહોદ પાલિકાને નોટિસ, પગારની ગ્રાન્ટ અટકાવવા ચીમકી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દાહોદ: દાહોદ શહેરમાં હાલમાં જ ડેન્ગ્યૂના કેસો મળ્યા છે ત્યારે ઓગષ્ટ માસમાં મચ્છરજન્ય રોગો અટકવવા માટે સર્વેલન્સની નબળી કામગીરીને કારણે સંયુક્ત નિયામક દ્વારા દાહોદ નગર પાલિકાને નોટિસ ફટકારી છે. એટલું જ નહીં પરંતુ જો આ કામગીરી વ્યવસ્થિત નહીં કરવામાં આવે તો સબંધિત કર્મચારીઓના પગાર ભથ્થાની ગ્રાન્ટ અટકાવી દેવાની ચીમકી પણ આપવામાં આવતાં ખળભળાટ મચી ગયો છે.

કામગીરીમાં સુધારો નહીં કરે તો પગારની ગ્રાન્ટ અટકાવવા ચીમકી

દાહોદ શહેરમાં હાલમાં જ ડેન્ગ્યૂના કેસો સામે આવ્યા હતાં. સર્વે બાદ શહેરના 13 વિસ્તારોને ડેન્ગ્યૂ ભયજનક જાહેર કરવામાં આવ્યા છે. મચ્છરજન્ય રોગો અટકાવવા માટે નગર પાલિકા દ્વારા કોઇ પગલાં નહીં લેવાને કારણે શહેરમાં મેલેરિયા સહિતના રોગો જોવા મળી રહ્યા છે. ત્યારે દાહોદ નગર પાલિકાની નબળી કામગીરીની ઉચ્ચ કક્ષાએ પણ નોંધ લેવાઇ છે. શહેરમાં ઓગષ્ટ માસમાં મચ્છરજન્ય રોગો અટકવાવવા માટે સર્વેલન્સની સાવ નબળી કામગીરી કરવામાં આવતાં સંયુક્ત નિયામકે નોટિસ પાઠવી છે. જેમાં જણાવ્યુ છે કે, ઓગષ્ટ 2016ની રાજ્યની તમામ શહેરી મલેરિયા યોજનાની મલેરિયા પરીસ્થિતિનો અભ્યાસ કરતાં આપની પાલિકા વિસ્તારની ઓગષ્ટ 2016ના અંતે મલેરિયા સર્વેલન્સ કામગીરી ખુબ જ નબળી જણાય છે.

બોયોલોજિસ્ટને ઉદ્દેશીને નગર નિયામક દ્વારા નોટિસ પાઠવાઇ

આ કચેરી દ્વારા વારંવાર સુચના આપવા છતાં કોઇ સુધારો જણાતો નથી. ભવિષ્યમાં સુધારો નહીં જણાય તો કચેરી દ્વારા પાલિકાને પગાર ભથ્થા માટેની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે તે બંધ કરવા સુધીનો નિર્ણય લેવાની ફરજ પડશે. આમ પાલિકા વિસ્તારમાં સર્વેલન્સ કામગીરી અને રોગ અટકાયત અને નિયંત્રણ પગલાઓને સઘન બનાવવા જણાવવામાં આવે છે. સંયુક્ત નિયામકે પાઠવેલી નોટિસથી ખળભળાટ મચી ગયો છે. જોકે, કદાચ નોટિસને કારણે જ હાલ સર્વેલન્સની કામગીરી સડસડાટ ચાલી રહી હોવાનું કહેવામાં અતિશયોક્તિ નહીં થાય.

નોટિસ અંગેની કોઇ જાણકારી નથી

નોટિસ અંગેની કોઇ જાણકારી નથી. 15 દિવસથી રોગના વાવરના પગલે છેલ્લા 15 દિવસથી અમારા દ્વારા ફોગિંગ, દવાના છંટકાવ સહિતની ઘનિષ્ઠ કામગીરી કરવામાં આવી રહી છે. શંકાસ્પદ કેસ મળ્યા તે આખા વિસ્તારને કવર કરીને કામગીરી કરાઇ છે અને હજી ફોગિંગ અને દવા છંટકાવની કામગીરી ચાલુ જ છે. - સંયુક્તાબહેન મોદી, પ્રમુખ,દા.ન.પા
અન્ય સમાચારો પણ છે...