તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તબીબે મહિલાના ગર્ભાશયમાં 2 સેમીનું કાંણું કર્યું, મોટું આતરડું 3 ફુટ ફાડી નાખ્યું

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
દાહોદ: દાહોદ જિલ્લાના ધાનપુરમાં એક બીએચએમએસ તબીબે ગેરકાયદે ગર્ભપાત દરમિયાન યુવતિના ગર્ભાશય અને આંતરડામાં કાણાં કરી નાખવામાં આવતાં તેની હાલત ગંભીર બની હતી. બનાવની જાણ થતાં આરોગ્ય વિભાગે તેના દવાખાને છાપો મારીને ગર્ભપાતના સાધનો અને 1.60 લાખ રૂપિયાની દવાનો જથ્થો જપ્ત કર્યો હતો. આ તબીબ સામે ધાનપુર પોલીસ મથકે ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

બે માસનો ગર્ભમાં કોઇ કારણોસર પેટમાં દુખાવો થતાં તપાસ હોસ્પિટલ ગયા હતા

પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગત અનુસાર ધાનપુર તાલુકાના અગાસવાણી ગામની કેસીબહેનના લગ્ન ખલતા ગામના પોપટભાઇ પરમાર સાથે થયા હતાં. કેસીબહેનને વસ્તારમાં બે બાળકો છે ત્યારે તેમને ફરી બે માસનો ગર્ભ હોવાથી કોઇ કારણોસર 14મી તારીખે પેટમાં દુખાવો થતાં તેમને તપાસ માટે ધાનપુરમાં જાનકી જનરલ હોસ્પિટલ અને પ્રસુતિ ગૃહનું બોર્ડ મારીને દવાખાનું ચલાવતાં બીએચએમએસ ડો. સંજયકુમાર ધાનાભાઇ આહીરને ત્યાં લઇ જવાઇ હતી. સંજયકુમારે તકલીફ થશે તેવી બીક બતાવી કેસીબહેનનું ગેરકાયદે ગર્ભપાત કરતી વખતે તેમના ગર્ભાશયમાં બે સેમી વ્યાસનું કાંણું કરી દીધુ હતું અને મોટું આતરડું ત્રણ ફૂટ જેટલું ફાડી નાખ્યું હતું.

છાપો મારી આરોગ્ય વિભાગે ગર્ભપાતના 13 સાધનો, 109 પ્રકારની દવા જપ્ત કરી

16મી તારીખે કેસાબહેનને દાહોદના ખાનગી દવાખાને લવાતાં આ બાબત સપાટી ઉપર આવી હતી. આ ઘટનાની જાણ થતાં ડીડી” સુજલ માયાત્રાની સુચના અને સીડીએચ” જે.જે પંડ્યાના માર્ગદર્શનમાં રોગચાળા નિયંત્રણ અધિકારી દીલીપ પટેલ, જિલ્લા આરોગ્ય નિરીક્ષક ડી.એન ભોકણ સહિતના સ્ટાફે બુધવારે છાપો મારીને સંજયકુમારના દવાખાનામાંથી 1.60 લાખની 109 પ્રકારની દવા, ઇન્જેક્શન,બોટલ અને ગર્ભપાતના 13 પ્રકારના સાધનો કબજે લીધા હતાં. સંજયકુમાર સામે ધાનપુર પોલીસે ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આગળની સ્લાઇડમાં વાંચો, ઝાપટ મારતાં હું તરફડી હતી, ભગવાન તેનું ભલુ ની કરે...
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો