તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહારાષ્ટની માટીથી દાહોદના શિલ્પકારે બનાવી પ્રતિમા, 18 ઈંચના વિનાયકનું સર્જન

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
દાહોદ: ગણેશોત્સવમાં ઈકોફ્રેન્ડલી ગણેશની બોલબાલા હમણા ચાલુ થઈ છે પંરતુ દાહોદ શહેરમાં નવ દાયકા પહેલાથી માટીના સિદ્દિ વિનાયકજીની સ્થાપના કરવાની શરૂઆત થઈ હતી. ત્રણ દાયકાથી મહારાષ્ટની ધરતીની માટીને કેળવી દાહોદના શિલ્પકારે 18 ઈંચના સિદ્ધિ વિનાયકનું સર્જન કરે છે. નવ સર્જન થયેલી સિદ્ધિ વિનાયકની ષોટસોપચાર વિધી કર્યા બાદ શ્રી સનાતન હિન્દુ દેવાલયમાં સનાતન ધર્મની પરંપરા પ્રમાણે વૈદિંક મંત્રોચ્ચાર સાથે પ્રાણ પ્રતિષ્ઠા કરીને ગણેશોત્સવની ઉજવણી કરાય છે.

શાસ્ત્રોક્ત વિધી સાથે અકક્ષ્યાત્રીજથી પ્રતિમા બનાવવાની શરૂઆત

ગણેશોત્સવની નવ દાયકા પહેલા દાહોદમાં પરંપરા મુજબ શરૂઆત થઈ હતી. છ દાયકા સુધી મુંબઈથી લાવીને દાહોદમાં સિદ્ધિ વિનાયક દેવને વિરાજમાન કરવામાં આવતા હતા. છેલ્લા ત્રણ દાયકાથી દાહોદના જાણિતા શિલ્પકાર દીલીપભાઈ ન્યાલચંદ દેસાઈ શાસ્ત્રોક્ત વિધી સાથે અકક્ષ્યાત્રીજથી પ્રતિમા બનાવવાની શરૂઆત કરે છે. મહારાષ્ટ્રના સાડુકી ગામની માટીમાંથી દર વર્ષે ફક્ત 18 ઈંચના જ ગણેશજીનું સર્જન દાહોદના શિલ્પી કરે છે. મૃર્તિમાં પણ ઈકોફ્રેન્ડલી (કુદરતી) રંગોનો જ ઉપયોગ કરવામાં આવે છે.

વૈદિંક મંત્રોચ્ચાર કરીને શ્રી સનાતન હિન્દુ દેવાલયમાં સ્થાપના

મૃર્તિને લાવતા પહેલા મહારાષ્ટ્રીયન રીતે શિલ્પકારનુ પ્રથમ પૂજન કર્યા બાદ મંગલ મૃર્તિની વૈદિંક મંત્રોચ્ચાર કરીને યજમાનના ઘરેથી લાવવામાં આવે છે. ત્યાર બાદ પરેલના શ્રી સનાતન હિન્દુ દેવાલયમાં પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવે છે. બોમ્બેના સિદ્ધિ વિનાયક મંદિર, વડોદરાના ગાયકવાડ હવેલીમાં કરાતી મુર્તિ જેવી જ સિદ્ધિ વિનાયકજીની સ્થાપના દાહોદમાં કરવામાં આવે છે. મનવાંચ્છિત ફળ આપતા જમણી સૂંઢવાળા સિદ્ધિ વિનાયકની દાહોદ જીલ્લામાં એક માત્ર પરેલમાં જ સાર્વજનિક ગણેશ સ્થાપના કરવામાં આવે છે. સિદ્ધિ વિનાયકજીની દરરોજ નિરાજન (11 આરતી અને પૂષ્પાજંલી) થતી હોય છે. નિરાજન પછી પંચામૃત સહીતનો પ્રસાદી વહેચવામાં આવતી હોય છે.

મહારાષ્ટ્રના સાડુકી ગામની માટીની વિશેષતા

મહારાષ્ટથી આશરે રૂ. 1000ની 50કીલોના ભાવે દાહોદ આવતી મહારાષ્ટ્રના સાડુકી ગામની માટી મુર્તિઓ બનાવવામાં વપરાય છે. સાડુકીના માટીને પલાળીનેમૃર્તિનો ઘાટ આપ્યા બાદ તેમા તીરાડો પડતી નથી. નવ સર્જન કરાયેલી મૃર્તિમાં જો તિરાડો પડે તો ખંડિત મૃર્તિ કહેવાતી હોય છે. ખંડિત મૃર્તિ પૂજા અર્ચનામાં નિષેધ કરવામાં આવ્યો છે .જેથી મહારાષ્ટ્રના સાડુકીગામની માટીનો ઉપયોગ કરવામાં આવે છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો