દાહોદ: પાલિકા દ્વારા પ્રિમોન્સુન કામગીરી, ભયજનક 15 મકાનોને નોટિસ છતાં યથાવત

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દાહોદ: દાહોદ શહેરમાં ચોમાસના આગમન પૂર્વે નગર પાલિકા હરકતમાં આવી છે. સર્વે બાદ પાલિકાને આખા શહેરમાં 21 મકાનો ભયજનક મળી આવ્યા છે. આ મકાનોમાંથી 15 મકાન એવા છે જે છેલ્લા ચાર વર્ષથી ભયજનકની યાદીમાં છે અને આ વખતે પણ તેમના માલિકોનો નોટિસ આપીને સંતોષ માણવામાં આવ્યો છે. ચોમાસાના એંધાણ સાથે જ પાલિકાએ પ્રિમોન્સુન કામગીરી શરૂ કરી હતી. ત્યારે સર્વે દરમિયાન પાલિકાને શહેરમાં 21 ભયજનક મકાનો મળી આવ્યા હતાં. આ પૈકીના 15 મકાનો એવા હતાં જેમના માલિકોને છેલ્લા ચાર વર્ષથી મકાન ઉતારી લેવા માટે નોટિસો આપવામાં આવી રહી છે તે છતાંય આ મકાનો આજે પણ અડિખમ ઉભા છે.
પાલિકાએ નગરના 21 જોખમી મકાન માલિકોને નોટિસ ફટકારી

પાલિકા દ્વારા તમામ ભયજનક 21 મકાનના માલિકોને નોટિસો પાઠવી છે. જેમાં જાન માલનું નુકસાન કરી શકે તેવા ભયજનક મકાનના માલિકોને આપેલી નોટિસમાં જણાવાયું છે કે, તેમણે પોતાના મકાનનું 24 કલાકમાં રિપેરીંગ કરાવવું અથવા પડતો ભાગ ઉતારી લેવો. જો આમ નહીં કરવામાં આવે અને ગમે ત્યારે અણધાર્યું આ મકાન પડશે અને આજુબાજુની કોઇપણ બીજી મીલ્કતોને નુકસાન થશે અથવા કોઇપણ જાનહાનિ થશે તેની તમામ જવાબદારી તમારા શીરે રહેશે.

નોટિસની મુદ્દતમાં અમલ નહીં કરવામાં આવે તો ગુજરાત નગર પાલિકા અધિનિયમન કલમ 182-2 મુજબ આગળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ સાથે મકાન કેમ ભયજનક છે તેનું પણ નોટિસોમાં વિવરણ કરાયું છે. ચોંકાવનારી વાત એ છે કે,આ વર્ષે તો માત્ર છ ભયજનક મકાનો મળી આવ્યા છે જ્યારે 15 મકાનો એવા છે કે જે છેલ્લા ચાર વર્ષથી ભયજનકની યાદીમાં છે અને તેમના માલિકોને આ વર્ષે પણ નોટિસો આપીને જ સંતોષ માણવામાં આવ્યો છે.

કયા વિસ્તારોમાં કેટલાં ભયજનક મકાન

દાહોદ શહેરમાં કોર્ટ રોડ, વણઝારવાડ,ગાંધીચોક નગર પાલિકા પાછળ,પટેલ ફળિયા, પાયગા, એમ. જી રોજ, દુકાળપુરા મુલ્લાજી બજાર, ચંદન ચાલ ગોધરા રોડ, નજમી મહોલ્લા,ઠક્કર ફળિયા, નરસિંહ કોલોની, ગોધરા રોડ, સૈફી મહોલ્લા, નજમી મહોલ્લા, મસ્જિદ સામે, સોનીવાડ, કામળિયાવાડ, જુની કચેરી, મુલ્લામીઠા કંપાઉન્ડ, નાવીવાડ અને નેતાજી બજારમાં ભયજનક મકાનો છે.

માલિક અને ભાડૂઆતનો વિવાદ

કેટલા મકાન ભયજનક છે
-21 મકાન ભયજનક છે

મકાનો અંગે શું કાર્યવાહી
-મકાન માલિકોને નોટિસ આપીયે છીયે અને તેમાં રહેતાં ભાડુઆતોને પણ સાવચેત રહેવાની જાણ કરીયે છીયે.

નોટિસ વાળા કેટલાં મકાનો
-15 મકાનો છે જેમના માલિકોને ચાર વર્ષથી નોટિસ અપાઇ રહી છે.

નોટિસ આપો છો તો પણ માલિકો કેમ ઉતારતાં નથી
- મકાન માલિક અને ભાડુઆતના વિવાદમાં ભયજનક મકાન ઉતરી શક્યા નથી.
અન્ય સમાચારો પણ છે...