દાહોદ પાલિકાના 16 કર્મચારી જાણ કર્યા વગર ગેરહાજર!

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દાહોદ: દાહોદ જિલ્લામાં સ્વાઈનફ્લુએ પગપેસારો કર્યો છે. સ્વાઇનફલુના કારણે જિલ્લામાં 1મોત થઈચુક્યું છે અને અન્ય શંકાસ્પદ 8કેસો પણ મળી આવ્યા છે.જેથી દાહોદ જિલ્લાઆરોગ્ય તંત્ર દ્વારા સ્વાઇનફલુનો રોગ વધુ વકરે નહિ તે માટે તમામ પગલાંઓ લેવામાં આવી રહ્યા છે.
 
જિલ્લા માં 8સ્વાઇનફલુના કેસો માંથી 6 કેસો દાહોદ શહેર ના જ છે. જેથી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા નગરપાલિકાના આરોગ્ય કર્મીઓ સાથે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે નવાઈ પમાડે તેમ આ અગત્યની મિટિંગમાં નગર પાલિકાના 22 આરોગ્ય કર્મીઓમાંથી 16કર્મીઓ હાજર રહ્યા હતાં.
 
પાલિકાના ચીફઓફીસર ની પણ હાજર ન હોવાથી ચર્ચાનો વિષય બન્યો હતો. મિટિંગમાં હાજર નહિ રહેનાર કર્મચારીઓને નોટિસ આપીને તેમનો ખુલાસો પુછવામાં આવશે. જોકે આરોગ્ય વિભાગ દ્વારા જે કર્મીઓ હાજર હતા તેમને લઈને દાહોદશહેરના વિવિધવિસ્તારો માંસર્વેલન્સની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જાગૃતિ માટે પેમ્ફલેટ વિતરણ તેમજ લોકોને સ્વાઇનફલુના રોગના લક્ષણો તેમજ તેના વિશેનું માર્ગદર્શન આપ્યું હતું.
 
6 કર્મચારીઓ જ હાજર રહ્યા હતાં
 
દાહોદ તાલુકા હેલ્થ ઓફિસ ખાતે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શહેરમાં વકરી રહેલા સ્વાઇનફલુના રોગના કાબુ માટે ની ચર્ચા કરવાની હતી. નગરપાલિકા ના 22 કર્મચારીઓ માંથી માત્ર 6 કર્મચારીઓજ આ મિટિંગ માં હાજર રહેતા નગરપાલિકાના ઉચ્ચ અધિકારીને તમામ કર્મીઓને નોટિસ આપવાની જાણ કરવામાં આવી છે. શહેર તેમજ જિલ્લા ના વિવિધ ગામો માં સર્વેલન્સની કામગીરી પણ હાથ ધરી છે.>જે.જે.પંડ્યા, આરોગ્ય અધિકારી, દાહોદ જિલ્લો
અન્ય સમાચારો પણ છે...