તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદમાં લાંચના રૂ.8 લાખ સાથે ઇન્કમ ટેક્સ ઓફિસર ફરાર

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
(તસવીર પ્રતિકાત્મક)
 
દાહોદ:ઝાલોદ તાલુકાના લીમડી ગામે થોડા દિવસો પહેલાં રણછોડરાય પેટ્રોલ પંપ ઉપર આવક વેરા વિભાગે સર્વે કર્યું હતું. તેમાં સાત કરોડ રૂપિયાની બેનામી આવકની કબૂલાત કરાઇ હતી. તેના સેટલમેન્ટ માટે દાહોદની આયકર કચેરીમાં ઇન્કમ ટેક્સ ઓફીસર તરીકે ફરજ બજાવતાં દીનેશ મીનાએ પેટ્રોલ પંપ સંચાલક મહેશભાઇ રમણભાઇ મોરી પાસેથી 65 લાખ રૂપિયાની માંગણી કરી હતી. જેના ભાગરૂપે રવિવારે લીમડીના મહેશ મોરી તેમના પિતા સાથે રૂપિયા આઠ લાખ લઇને પહોંચ્યા હતાં.
 
આઠ લાખ પણ ગાયબ થઇ જતાં અનેક સવાલો સર્જાયા

જોકે ત્યારબાદ ઇન્કટેક્ષ ઓફિસર દિનેશ મીનાને રૂપિયા આઠ લાખની થેલી ટેબલ પર મુકી હતી  દરમિયાન મીનાને તેની કોઇ ભનક આવી જતાં તેઓ ભાગી ગયા હતાં. જોકે આ દરમિયાન રૂપિયા આઠ લાખ પણ ગાયબ થઇ જતાં અનેક સવાલો સર્જાયા હતાં . પરંતુ ફરિયાદી મહેશ મોરીએ જણાવ્યૃ હતુ કે, ઇન્કમટેક્ષ ઓફિસર જ રૂા. 8 લાખ લઇને ભાગી ગયા છે. જોકે એસીબી પીઆઇ ડામોરે આ બાબતે કોઇ સ્પષ્ટતા કરી ન હતી. અને શોધખોળ ચાલુ હોવાનું જણાવ્ય હતું.આ ઘટના દરમિયાન તેમની ઓફિસમાં  દાહોદના ચાર્ટડ એકાઉન્ટન્ટ ભરત અગ્રવાલ પણ ઇન્કમ ટેક્સ ઓફીસર મીના સાથે હાજર હતાં. જેથી એસીબીએ ભરત અગ્રવાલની પૂછપરછ માટે અટક કરીને એસીબી ઓફિસે લઇ આવ્યા હતા.
 
ઉલ્લેખનિય છે કે માંગણી કરેલા 65 લાખ રૂપિયા માંથી  મહેશભાઇએ સાત લાખ રૂપિયા ચૂકવી દીધા હતાં અને વાયદા પ્રમાણે આજે તેઓ આઠ લાખ રૂપિયા આપવા માટે આવ્યા હતાં. ત્યાં બાકીના રૂપિયા ક્યારે આપશો તેવી વાત થતાં રમણભાઇએ જમીન વેચીને 25મી તારીખે 20 લાખ રૂપિયા આપવાનું ફરિયાદી મહેશભાઇ મોરીએ જણાવ્યુ હતું. જોકે આજે રવિવારે વાયદા પ્રમાણે મહેશ મોરીએ રૂા. 8 લાખની લાંચ આપવા જતાં ઇન્કટેક્ષ ઓફિસર દિનેશ મિના ભાગી ગયા હોવાનું સ્પષ્ટ જણાવ્યુ છે. જોકે એસીબી પીઆઇ હજુ પણ આ બાબતે સ્પષ્ટ જવાબ આપતા નથી.
 
બે માસ પહેલાં પણ 15 લાખ લઇ ગયા હતાં
 
નોટબંધી ટાંણે 50 લાખથી વધુના ટ્રાન્જેક્શનના કારણે મહેશભાઇને 22 ફેબ્રુઆરીના રોજ નોટિસ મળી હતી. તેનો ઓનલાઇન જવાબ પણ કરવામાં આવ્યો હતો. તે વખતે પણ 15 લાખ રૂપિયા લઇ જવાયા હોવાનું મહેશભાઇએ જણાવ્યું હતું. ત્યાર બાદ તેમને ત્યાં સર્વે કરવામાં આવ્યો હતો.

બે માસ પહેલાં પણ ‌રૂ.15 લાખ લઇ ગયા હતાં
 
નોટબંધી ટાંણે 50 લાખથી વધુના ટ્રાન્જેક્શનના કારણે મહેશભાઇને 22 ફેબ્રુઆરીના રોજ નોટિસ મળી હતી. તેનો ઓનલાઇન જવાબ પણ કરવામાં આવ્યો હતો.  તે વખતે પણ 15 લાખ રૂપિયા લઇ જવાયા હોવાનું મહેશભાઇએ જણાવ્યું હતું. તેમને ત્યાં સર્વે કરવામાં આવ્યો હતો.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો