• Gujarati News
  • Dahod In Groom Went In Limozin Car For His Wife To Give Surprise Latest News

દાહોદ:પત્નીને સરપ્રાઇઝ આપવા વરરાજા લીમોઝિન કારમાં ગયા

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દાહોદ:દાહોદ શહેરમાં મનગમતી યુવતી સાથે લગ્ન ગોઠવાતાં માત્ર તેને સરપ્રાઇઝ આપવા માટે સામાન્ય માણસ માટે સ્વપ્ન ગણાતી ઓડી કંપનીની રોયલ લીમોઝિન કારમાં યુવક પોતાની જાન લઇને ગયો હતો. આ કાર માટે યુવકે પૂરા 40 હજાર રૂપિયાનું ભાડું ચૂકવ્યું હતું. દાહોદમાં આવેલી આ લાંબી લચક કાર આકર્ષણનું કેન્દ્ર બની હતી.
Paragraph Filter
-લીમોઝિન કાર માટે 40 હજાર રૂપિયાનું ભાડુ ચૂકવ્યું : ઓડીની લીમોઝિન સાથે અન્ય 12 કારનો કાફલો પણ જાનમાં લઇ ગયા
-દાહોદમાં આવેલી આ લાંબી લચક કાર આકર્ષણનું કેન્દ્ર બની હતી

ફતેપુરા તાલુકાના લીમડિયા ગામના મૂળ વતની અને હાલ દાહોદ શહેરના લક્ષ્મી પાર્કમાં રહેતાં મીતેષકુમાર ગરાસિયા ડુંગરા ગામમાં રહેતી શીતલને પસંદ કરતાં હતાં. પસંદગીના પાત્ર સાથે ગુરુવારે લગ્ન ગોઠવાતાં મીતેષભાઇ આ પળને યાદગાર બનાવવા માટે કંઇ જુદું કરીને પોતાની પત્નીને સરપ્રાઇઝ આપવાની ઇચ્છા રાખતાં હતાં. મીતેષભાઇએ લગ્નના માંડવામાં ધમાકેદાર એન્ટ્રી મારવાનું આયોજન ઘડી કાઢ્યું હતું. તે માટે તેમણે નડિયાદથી ઓડી કંપનીની રોયલ લીમોઝિન કાર મંગાવી હતી અને આ કારનું એક દિવસનું 40 હજાર રૂપિયા ભાડું ચૂકવ્યું હતું.

ગુરુવારે સવારે લીમોઝિન કાર સાથે અન્ય વિવિધ 12 કારનો કાફલો લઇને મીતેષભાઇ પરણવા માટે ડુંગરા રવાના થયા હતાં. રોયલ લીમોઝિન કાર શહેરમાં જોવા મળતાં આકર્ષણનું કેન્દ્ર બની હતી. લગ્ન પ્રસંગને દીપાવવા માટે લોકો કેટ કેટલાય આયોજન કરતાં હોય છે ત્યારે મનગમતો માણીગર મળતાં તેને માત્ર સરપ્રાઇઝ આપવા માટે રોયલ લીમોઝિન કારમાં જાન લઇ જવાની વાત લોકોમાં ચર્ચાનો વિષય બની હતી.
આગળની સ્લાઈડ્સમાં વાંચો,કારની કિંમત સવા ત્રણ કરોડ,મારું આયોજન સફળ થયું...