દાહોદ:ઝાલોદ તાલુકાના કુણી ગામની સારિકાના લગ્ન વરોડ ગામના પરેશ ડામોર સાથે થયા હતાં. પરેશપત્ની સારિકાને તુ વહેલી ઉઠતી નથી, તને ઘરનું કામકામજ આવડતું નથી કહીને માનસિક ત્રાસ ગુજારતાં હતાં.
સારિકાને કામ અર્થે સુરત મુકામે લઇ જઇ ત્યાં પણ મારે તને રાખવી નથી કહીને ત્રાસ આપતાં હતાં. પરેશે તેને બેથી ત્રણ વખત કાઢી મુકી હતી. સસરા રમેશભાઇ, સાસુ સવિતાબહેન, નણંદ સ્નેહા અને નણંદોઇ જીતેન્દ્રભાઇ પણ મેણા ટોણાં મારીને ત્રાસ આપતાં હતાં સાથે ઘરમાંથી કાઢી મુકી તેના પિતાને પણ ધમકી આપી હતી.