તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

5 પેટ્રોલ પંપ પર રૂ.75 લાખ બાકી: દાહોદ જિલ્લામાં પોલીસ જીપના પૈંડા થંભવાના એંધાણ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
દાહોદ: દાહોદ જિલ્લામાં બોર્ડની પરીક્ષાઓ ચાલી રહી છે, ધુળેટી પર્વનો રંગ પ્રજા ઉપરથી ઉતર્યો નથી, ગંભીર ગુનાઓ ઉપરા-છાપરી બની રહ્યા છે. જેથી કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસના વાહનો રાઉન્ડ ધી ક્લોક દોડતાં જોવા મળે છે. ત્યારે આવા સમયે દાહોદ જિલ્લામાં જે પેટ્રોલ અને ડિઝલ પંપ ઉપરથી વાહનોમાં ઇંધણ ભરાવવામાં આવે છે ત્યાં મોટી ઉધારી થઇ ગઇ હોવાથી પંપ સંચાલકો મુંઝવણમાં મુકાયેલા છે. તેના કારણે આગામી દિવસોમાં પોલીસ વિભાગના વાહનોના પૈડા થંભી જાય તેવા એંધાણ જોવા મળી રહ્યા છે.
 
એક પંપ ઉપર સૌથી વધુ 50 લાખ રૂપિયા બાકી
 
દાહોદ જિલ્લામાં પાંચ પંપ ઉપરથી પોલીસના તમામ વાહનોમાં ઇંધણ ભરાવવામાં આવે છે. છેલ્લા કેટલાંક સમયથી ગ્રાન્ટના અભાવને કારણે આ પંપો ઉપર 75 લાખ રૂપિયા બાકી થઇ ગયા છે. જેમાં દાહોદ શહેરના એક પંપ ઉપર સૌથી વધુ 50 લાખ રૂપિયા બાકી હોવાનું જાણવા મળ્યું છે. પંપ સંચાલકો હવે વધુ ભાર વેઠી શકે તેમ નથી પરંતુ પ્રજાને પરેશાની ન ભોગવવી પડે તે માટે તેઓ અત્યારે ઇંધણ આપી રહ્યા છે.
 
કયા પંપ પરથી ઇંધણ ભરાવે છે
દાહોદ     મીઠાલાલ પંપ
દે.બારિયા    અરીહંત પંપ
ફતેપુરા    પારગી એન્ટરપ્રાઇઝ
ગરાડિયા    અભિષેક પંપ
સંજેલી    માં ગાયત્રી કૃપા પંપ
 
આગળની સ્લાઇડમાં વાંચો,પોલીસને ગાંઠનું ઇંધણ પુરાવીને કામ ચલાવવું પડશે...
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો