દાહોદ: બાળકોના કપડા-ચોપડા જરૂરિયાત, મજુરીના નાણા માગતા યુવકની હત્યા

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(પ્રતિકાત્મક તસવીર)
દાહોદ: દાહોદ તાલુકાના બોરવાણી ગામે બાળકો માટે કપડાં અને ચોપડાં લાવવા માટે પોતાના પિતરાઇ ભાઇઓ પાસે મજુરીના બાકીં રૂપિયા લેવા ગયેલા યુવક ઉપર હુમલો કરતાં યુવકનું મોત થઇ ગયું હતું. બોરવાણીના રાજુભાઇ સંગાડાએ પોતાના કાકા ભુરા સંગાડાના નવા બનતાં મકાનમાં કડિયા કામની મજુરી કરી હતી. જેના રૂપિયા બાકી હતાં. બાળકોની સ્કૂલના ચોપડા તેમજ કપડાં લાવવાના હોવાને કારણે તેઓ સવારના દસ વાગ્યે પોતાના પિતરાઇ ભાઇઓ પાસે મજુરીના રૂપિયાની માંગણી કરવા માટે ગયો હતો. ત્યારે આ બાબતે તેમની વચ્ચે બોલાચાલી થતાં રમેશ અને કાળુએ ભેગા મળીને રાજુને ગડદાપાટુનો માર માર્યો હતો.
બોરવાણીનો યુવક મજૂરીના નાણા માગતો હતો

આ સાથે લોખંડના સળિયાથી છાતી અને પીઠ ઉપર માર માર્યો હતો. આ જોઇને માતા કલુબહેન રાજુને બચાવવા માટે દોડી ગઇ હતી પરંતુ રમેશ અને કાળુ ઝનુનમાં હોવાથી કલુબહેન તેમને રોકી શકી ન હતી. હુમલો કર્યા બાદ બંને ફરાર થઇ ગયા હતાં.બેભાન થયેલા રાજુને 108 દ્વારા દાહોદના સરકારી દવાખાને લાવવામાં આવ્યો હતો. ત્યારે ત્યાં તબીબે તેને મૃત જાહેર કરતાં પરિવારમાં શોકની લાગણી ફેલાઇ ગઇ હતી.
અન્ય સમાચારો પણ છે...