તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ લાંચ કેસ: સર્ચ ઓપરેશનમાં રૂ.13.40 લાખની અસ્કયામત મળી

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
દાહોદ:દાહોદ શહેરમાં એસીબીએ ઇન્કમ ટેક્સ ઓફીસમાં છાપો મારતાં ઇન્કમટેક્સ ઓફીસર દીનેશ મીના અને તેમનો અન્ય એક મળતિયો લાંચના આઠ લાખ રૂપિયા લઇને રવીવારની સાંજે ફરાર થઇ ગયા હતાં. આ ઘટના અંગે દાહોદ શહેર પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસ જવાનો તેમજ હોમગાર્ડની એક ટીમ એસીબી ઓફીસે રાત્રે દોડી આવી હતી. મોટી રેડ હોવાને કારણે આ સાથે વડોદરા, મહિસાગર અને પંચમહાલથી એસીબીની અન્ય ટીમો પણ રાતોરાત દાહોદ આવી ગઇ હતી. 
ઇન્કમટેક્સ ઓફીસે પોલીસ પહેરો ગોઠવી દેવામાં આવ્યો હતો
 
રાતના સમયે દીનેશ મીનાના ઘર અને ઇન્કમટેક્સ ઓફીસે પોલીસ પહેરો ગોઠવી દેવામાં આવ્યો હતો. એસીબી પી.આઇ એમ.જે ડામોરની ફરિયાદના આધારે ગુનો દાખલ કર્યા બાદ એસીબી કર્મચારીઓની કાર્યવાહી આખી રાત ચાલી હતી. સોમવારની સવારે એસીબીની ટીમે ફરાર દીનેશ મીનાના ઘરે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.ત્યારે ત્યાંથી કુલ 90,600 રૂપિયાની અસ્ક્યામતો મળી આવી હતી. આ સાથે મળતિયા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ભરત અગ્રવાલના ઘર અને ઓફીસમાં પણ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. 
 
ઘર અને ઓફીસેથી એસીબીને 12.50 લાખ રૂપિયાની અસ્કયામતો મળી આવી
 
ભરત અગ્રવાલના ઘર અને ઓફીસેથી એસીબીને 12.50 લાખ રૂપિયાની અસ્કયામતો મળી આવી હતી. બીજી તરફ ફરાર દીનેશ મીના તે ક્યાં સંતાઇ શકે છે તે સ્થળોએ ઘનિષ્ઠ તપાસ હાથ ધરવામાં આવી હતી પરંતુ  ઘટનાને 24 કલાકનો સમય વ્યતિત થયા છતાં દીનેશ મીના અને તેના મળતિયાનો પત્તો લાગ્યો ન હતો અને ફીનોલ્ફેલીન  પાવડર લગાલેવા રૂપિયા પણ મળી આવ્યા ન હતાં.
 
લાંચ આપવા જતાં પહેલાં બટન કેમેરા ફીટ કર્યા
 
ઇન્કમ ટેક્સ ઓફીસર દીનેશ મીણાએ લાંચના આઠ લાખ રૂપિયા આપવા આવે ત્યારે કોઇને સાથે નહીં લાવવા માટે જણાવ્યું હતું. ત્યારે એસીબીએ મહેશભાઇ અને તેમના પિતા રમણભાઇના શર્ટમાં બટન કેમેરા ફીટ કરી દીધા હતાં. બંધ બારણે ઓફીસમાં થયેલી સમગ્ર ઘટના તેમાં કેદ થઇ ગઇ હોવાનું જાણવા મળ્યું છે.
 
24 કલાક બાદ પણ ફરાર ઇન્કમ ટેક્સ ઓફિસરનો કોઇ પત્તો નહીં 
 
સોમવારની સવારે એસીબીની ટીમે ફરાર દીનેશ મીનાના ઘરે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.ત્યારે ત્યાંથી કુલ 90,600 રૂપિયાની અસ્ક્યામતો મળી આવી હતી. આ સાથે મળતિયા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ભરત અગ્રવાલના ઘર અને ઓફીસમાં પણ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ભરત અગ્રવાલના ઘર અને ઓફીસેથી એસીબીને રૂા.12. 50 લાખની અસ્કયામતો મળી આવી હતી. ફરાર દીનેશ મીના તે ક્યાં સંતાઇ શકે છે તે સ્થળોએ ઘનિષ્ઠ તપાસ હાથ ધરાઇ હતી પરંતુ  ઘટનાને 24 કલાકનો સમય વ્યતિત થયા છતાં દીનેશ મીના અને તેના મળતિયાનો પત્તો લાગ્યો ન હતો. પાવડર લગાલેવા રૂપિયા પણ મળી આવ્યા ન હતાં.

રવિવારે રાતના બનેલો ઘટના ક્રમ
 
મહેશભાઇ અને રમણભાઇ આઠ લાખ રૂપિયા લઇને ઇન્કમટેક્સ ઓફીસર દીનેશ મીનાની ઓફીસમાં જતાં ત્યાં તેમની સાથે અન્ય એક યુવક હાજર હતો. સીએ ભરત અગ્રવાલ પાછળથી આવ્યા હતાં. તે ઓફીસનો પટાવાળો હોવાની ચર્ચાઓ સાંભળવા મળી છે.  કોઇ  શંકા જતાં દીનેશ મીના પોતાની ઓફીસમાંથી નીકળી છેક નીચે સુધી લટાર મારી આવ્યા હતાં. ત્યાર બાદ પરત આવીને જવાની ઉતાવળ કરવા સાથે મીના સાથેના યુવકે રૂપિયા લઇ લીધા હતાં. ઓફીસથી બધા બહાર નીકળતાં તાળુ પણ મારી દેવાયું હતું. આ વખતે જ એસીબીએ દરોડો પાડ્યો હતો પરંતુ મીના અને તેની સાથેનો યુવક રૂપિયા લઇને ફરાર થઇ ગયા હતાં. જ્યારે ભરત અગ્રવાલને ઝડપી લેવામાં આવ્યા હતાં.
 
આગળની સ્લાઇડમાં વાંચો,દીનેશે જ ભરતને સીએનો આગ્રહ કર્યો હતો...
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો