તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઝાલોદ: ગરાસિયાને રીપીટ કરવાના અણસાર મળતાં કોંગ્રેસના 26 રાજીનામા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઝાલોદ: ઝાલોદ વિધાનસભામાં ભાજપ બાદ હવે કોંગ્રેસમાં પણ ડખો સામે આવ્યો છે. ધારાસભ્ય મીતેશ ગરાસિયાને રીપીટ કરવાના અણસાર મળતાં પ્રારંભથી જ વિરોધ કરનારા હોદ્દેદારો અને કાર્યકરો મળીને 26 લોકોએ રાજીનામા ધરી દીધા છે. 13 સિવાય અન્ય કોઇને પણ ટીકીટ આપવાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. ઝાલોદ તાલુકાના કેટલાંક હોદ્દોદારો અને કોંગી કાર્યકરો વિવિધ આક્ષેપો સાથે ધારાસભ્ય મીતેશ ગરાસિયાનો વિરોધ કરી રહ્યા છે. 

 

રાજીનામુ આપનારાનો પ્રારંભથી જ વિરોધ 

 

જોકે, રવીવારે ઝાલોદ બેઠક માટે મીતેશ ગરાસિયાને જ રીપીટ કરવાના અણસાર મળતાં 26 હોદ્દેદાર અને કાર્યકરોએ  ઝાલોદ તાલુકાના કોંગ્રેસ સમીતીના પ્રમુખના નામને ઉદ્દેશીને રાજીનામું ધર્યુ હતું. રાજીનામામાં ધારાસભ્ય ગરાસિયા સામે વિવિધ આક્ષેપો સાથે તેઓ કે અન્ય કોઇ આયાતી ઉમેદવારને ટીકીટ આપવામાં ન આવે અને આપવી જ હોય તો તેમના પૈકીના 13 લોકો પૈકીના એક ને જ ટીકીટ અપાય તેવું જણાવવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...