દાહોદ: યુવક કિશોરીને અપહરણ કરી દુષ્કર્મ આચર્યું, પોલીસે તપાસ હાથ ધરી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દાહોદ: ઝાલોદ તાલુકાના લીમડી ગામેથી એક કિશોરીનું અપહરણ કરી ગયેલા વડોદરાના યુવકે તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ બનાવ અંગે કિશોરીની ફરિયાદના આધારે લીમડી પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગત અનુસાર દાહોદ તાલુકાના એક ગામની 16 વર્ષિય કિશોરી લીમડી ગામે મજુરી કામ માટે ગઇ હતી. ત્યારે 9 તારીખની રાતના નવ વાગ્યાના અરસામાં વડોદરા ખાતે રહેતો દીપક કાલુ પરમાર આ કિશોરીનું લગ્ન કરવાના ઇરાદે લીમડી ગામના બસ સ્ટેન્ડ ઉપરથી અપહરણ કરી ગયો હતો. કિશોરીને વડોદરા લઇ જઇને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. દીપકની ચુંગાલમાંથી છુટેલી કિશોરીએ ઘરે આવીને પરિવારને તેની સાથે બનેલી ઘટના વર્ણવી હતી. ત્યારે પરિવાર તેને લઇને લીમડી પોલીસ મથકે જતાં ત્યાં કિશોરીની ફરિયાદના આધારે દીપક સામે અપહરણ અને દુષ્કર્મનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
અન્ય સમાચારો પણ છે...